Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા ઈ કેવાયસી ની કામગીરી અને તેની શિક્ષણ ઉપર પડતી અસર બાબતે  કલેકટર ,  જિલ્લા શિક્ષણાધિકારી અધિકારીશ, મદદનીશ કમિશનરશ આદિજાતિ વિકાસ દાહોદ મા લેખીત રજૂઆત કરવામાં આવી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

દાહોદ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા ઈ કેવાયસી ની કામગીરી અને તેની શિક્ષણ ઉપર પડતી અસર બાબતે  કલેકટર શ્રી,  જિલ્લા શિક્ષણાધિકારી અધિકારીશ્રી, મદદનીશ કમિશનરશ્રી આદિજાતિ વિકાસ દાહોદ મા લેખીત રજૂઆત કરવામ જેમાં 2024/ 25 માં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અંતર્ગત ઈ કવાયસી ફરજિયાત કરવામાં આવેલ છે અને આ ઈ કેવાયસી ની કામગીરી શાળાઓને સમય મર્યાદા કરવા માટે જણાવેલ છે્ પરંતુ મોટાભાગની શાળાઓ પાસે પૂરતો સ્ટાફ નથી. શિક્ષકો દ્વારા દિવસ/ રાત શનિ-રવિ પણ કામ કરવામાં આવે છે છતાં સર્વર ડાઉન ના કારણે કામ પૂર્ણ થતું નથી. દાહોદ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી અલ્કેશ .આર .પ્રજાપતિ એ કહ્યું કે શાળાના તમામ શિક્ષકશ્રી ઓ ઈ કેવાયસી ની કામગીરી કરવા માટે તૈયાર છે .પરંતુ આ ઈ કેવાયસી કામગીરીના લીધે તેની સીધી અસર શિક્ષણ કાર્ય પર થાય છે .અત્યારે હાલમાં દરેક શાળામાં એકમ કસોટી, વિષય શિક્ષકોની તાલીમ, અભ્યાસક્રમ પૂર્ણ કરવા, રિવિઝન કરવું ,પ્રથમ સત્રાંત પરીક્ષા ની તૈયારી ,અને આ કામગીરીની સાથે સાથે ઈ કેવાયસી ની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવી અને તેમાં પણ પૂરતો પ્રમાણમાં સ્ટાફ નથી .   તો શું શિક્ષક વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપી શકશે ખરા ?  અત્યારે દરેક શાળાઓમાં શિક્ષકો દ્વારા વિવિધ યોજનાઓ નમોલક્ષ્મી, નમો સરસ્વતી કે પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ હોય તે માટે રેશનકાર્ડ ઈ કેવાયસી કરવું ,જાતિનુ પ્રમાણપત્ર ,આવકનો દાખલો, મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવા ,દરેક કાર્ય ખરેખર પૂર જોશમાં ચાલે છે .પરંતુ તેમાં શિક્ષણ નું શું? ગરીબ બાળકો માટે સરકાર જે લાભ આપવા માંગે છે તે લાભો ખરેખર તેમને મળવા જ જોઈએ પરંતુ જો આ લાભ વિદ્યાર્થીઓના શિક્ષણને અસર કરીને મળતા હોય તો તે લાભ શું ખરેખર લાભ કહી શકીશું ? આ અનુસંધાને દાહોદ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી કે ખરેખર આ યોજનાનો લાભ વિદ્યાર્થીને મળવો જોઈએ પરંતુ તેમાં એવી સિસ્ટમ ગોઠવો કે જેથી શિક્ષણ કાર્ય પણ ના બગડે અને વિદ્યાર્થીઓને લાભ પણ મળે તે માટે આચાર્ય દ્વારા જ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં કરેલી ડેટા એન્ટ્રી ને આધારભૂત ગણી તેમાં દર્શાવેલ જ્ઞાતિ અને આર્થિક કેટેગરીને ધ્યાનમાં લઇ ડિજિટલ ટ્રાન્જેક્શનથી વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં શિષ્યવૃતિ જમા કરી આપવામાં આવે તો ખરેખર વિદ્યાર્થીઓ સાથે ન્યાય થશે અને વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે આ બાબત અનુસંધાને  કલેકટરશ્રી.જિલ્લા શિક્ષણાધિકારીશ્રી , મદદની કમિશનર શ્રી એ હકારાત્મક અને શિક્ષકને પડખે ઊભા રહી શિક્ષણ કાર્ય ન બગડે તેવી સિસ્ટમ ગોઠવવા માટે હકારાત્મક અભિલાષા આપી.

Share

Related posts

દાહોદ જિલ્લા ના મામલતદાર કચેરી ખાતે નેશનલ પ્રેસ, આજરોજએસોસિએશનના NPC ના નેજા હેઠળઆવેદનપત્ર આપવામાં આવયુ

gujaratjanekta

પંચમહાલ જીલ્લા વહિવટી તંત્રની કાર્યવાહી : બાળ લગ્ન અટકાવ્યા

gujaratjanekta

અચીવર પ્રિ સાયન્સ સ્કૂલ લીમડી ખાતે જિલ્લાનું પ્રથમ WAAH કોમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૂ કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial