Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ આંબેડકર ચોક પર આંબેડકરની પ્રતિમાનો કાચ તૂટી જતાં નગરજનોમા આક્રોશ

પંકજ પંડિત

ડ્યૂટી પર હાજર પોલિસ કર્મચારીના કહેવા મુજબ હવા થી કાચ તૂટયો ઝાલોદ આંબેડકર ચોક ખાતે હાલ આંબેડકર જયંતીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આજરોજ 17-04-2025ની વહેલી સવારે આંબેડકરની પ્રતિમાનો કાચ તૂટી ગયેલ જોવા મળ્યો હતો. આંબેડકરની પ્રતિમાનો કાચ તૂટી જતાં મોટા પ્રમાણમાં નગરજનો તેમજ પોલિસ અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા. આ ઘટના બનતા રાત્રિ દરમ્યાન હાજર પોલિસ કર્મી સાથે પોલિસ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી રાત્રી દરમ્યાન ફરજ નિભાવનાર પોલિસ કર્મચારીના કહેવા મુજબ રાત્રી દરમ્યાન આ કાચ હવાથી તૂટી ગયેલ છે.હાજર પોલીસ કર્મચારીના નિવેદન પછી પણ નગરજનો દ્વારા આ ઘટના અંગે સી.સી.ટી.વી કુટેજ જોવા માંગ કરી હતી તેમજ જો સી.સીટી.વી ન ચાલતા હોય અને આ ઘટના કોઈએ જાણીને કરી હોય તેવું પણ બની શકે છે તેથી નગરજનો દ્વારા આ ઘટના અંગે સાચી અને યોગ્ય દિશામાં તપાસ કરવા માંગ કરેલ છે.ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ એચ.સી. રાઠવા એ આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને લાગેલ કાચનુ આવરણ રાત્રિ દરમ્યાન ચાલતી હવા થી તૂટેલ છે જેથી આ અંગે કોઇ પણ ખોટી અફવા ચાલતી હોય તો તે તથ્ય વિહીન છે.

Share

Related posts

ઝાલોદ ગોયલ પેલેસ પાસે પાર્ક કરેલ ક્રૂઝર ફોર વ્હીલર ગાડી ઘરના આંગણા માથી રાત્રી દરમ્યાન ચોરી થઈ

gujaratjanekta

મારી દીકરી મારા ઘર આંગણે નવરાત્રી મહોત્સવ સુખસર” સુખસર નવરાત્રી મહોત્સવ માં ધારાસભ્ય રમેશભાઈ કટારા એ ઉતારી માતાજી ની આરતી *પીપળી ચોકમાં માતાજી ની આરાધના કરી ધારાસભ્ય ગરબે ઘૂમ્યા

gujaratjanekta

દાહોદ જિલ્લા ના મામલતદાર કચેરી ખાતે નેશનલ પ્રેસ, આજરોજએસોસિએશનના NPC ના નેજા હેઠળઆવેદનપત્ર આપવામાં આવયુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial