Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદના ગામોમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી આપવા યોજાતી તાલીમ

પ્રાકૃતિક કૃષિ તાલીમમાં ઉત્સાહભેર જોડાઈ પ્રાકૃતિક ખેતી પદ્ધતિને આવકારતા ખેડૂત ભાઈઓ-બહેનોદાહોદ : દાહોદ જિલ્લાના અનેક નાના મોટા ગામોમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ક્લસ્ટર બેઝ તાલીમ યોજવામાં આવી રહી છે. જેમાં પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન પુરું પાડવામા આવી રહ્યું છે. પાંચ ગ્રામ પંચાયત દીઠ એક કલ્સ્ટર મુજબ જિલ્લામાં ૧૧૯ કલસ્ટરની રચના કરી કલ્સ્ટર દીઠ ચાર તાલીમો કલ્સ્ટર બેઝ પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે ખેતીવાડી, આત્મા, બાગાયત વિભાગની ટીમના સંયુક્ત મહેનત અને ધગશ વડે ટેકનીકલ માસ્ટર ટ્રેનર અને પ્રાકૃતિક ખેતી કરતા ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા દાહોદ જિલ્લાના તમામ તાલુકાના અનેક ગામોમાં ૪૫૦ જેટલી પ્રાકૃતિક ખેતી તાલીમો તેમજ લાઇવ જીવામૃત નિદર્શન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના ખેડુતો રાસાયણીક ખેતીને સંપૂર્ણપણે છોડીને પ્રાકૃતિક ખેતીને અપનાવીને આવનાર સમયમાં પ્રાકૃતિક ખેતીના તમામ આયામોના ઉપયોગ થકી પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વવાન તેમજ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આત્મા પ્રોજેક્ટ ટીમ તેમજ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તેમજ રાસાયણિક ખેતી વચ્ચેનો મૂળ તફાવત જણાવી-સમજાવીને પ્રાકૃતિક ખેતી શા માટે આવશ્યક છે તેના કારણો દર્શાવવામાં આવે છે. સૌ પ્રથમ આપણાથી જ પહેલ કરવી જરુરી છે, જ્યા સુધી કોઇ પહેલ નહી કરે ત્યા સુધી આપણે પ્રાકૃતિક ખેતીને સમજી નહી શકીશુ. પ્રાકૃતિક ખેતીની આજના સમયમાં કેમ જરૂરિયાત છે અને તેને સમયસર નહીં અપનાવવામાં આવે તો ખેતીમાં શુ નુકસાન થઇ શકે છે તેના વિશે ઉડાણપુર્વક માહીતી પુરી પાડવામાં આવે છે.વધુમાં પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જીવામૃત,બીજામૃત, ઘન જીવામૃત,આચ્છાદાન, વાફસા, ખાટી છાસ, ગૌ મૂત્ર, રાખનો ઉપયોગ વિશે ખુબ ઊંડાણ પૂર્વક માહિતી આપી આ તમામ વસ્તુઓ પોતાના ઘરે કેવી રીતે બનાવવી અને તેનો ખેતીમાં ઉપયોગ કઇ રીતે કરી શકાય તેના વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.આ ઉપરાંત આવેલ તમામ ખેડૂત ભાઈઓ – બહેનોને પ્રાકૃતિક કૃષિ અંગે લાઇવ ડેમો સાથે પ્રેક્ટિકલ થકી પાયાની વિગતો સમજાવાય છે. નોંધનીય છે કે, આ તાલીમોમાં દાહોદના મોટાભાગના ખેડુત ભાઇ-બહેનોઓ ઉત્સાહભેર ભાગ લઇ પ્રાકૃતિક ખેતી કરવા પ્રત્યે રસ દાખવી રહ્યા છે.

Share

Related posts

PRESS NOTE : સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર અને એડવોકેટ ઓન રેકોર્ડ ભરત ઠાકોરલાલ મનુબરવાલાએ મનુબરવાલા શાહ મહેતા પાર્ટનર્સ LLP (MSM પાર્ટનર્સ), એડવોકેટ્સ, સોલિસિટર અને એડવોકેટ્સ ઓન રેકોર્ડ લોન્ચ કર્યું

Admin

ચાકલીયા પો.સ્ટે વિસ્તારના પેથાપુર મુકામે થી 53240 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પડાયો

gujaratjanekta

ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial