Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા પર ભાજપની ઐતિહાસિક બિનહરીફ જીત

પંકજ પંડિત

કોઈપણ સભ્યો એ ફોર્મ ન ભરતાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી પ્રમુખની બિનહરીફ જીત ઝાલોદ નગરપાલિકામાં આજરોજ સાંજે ચાર કલાકેનગરપાલિકાસભાખંડમાં ચૂંટણી અધિકારીની બદલી અધ્યક્ષતા હેઠળ ચૂંટાયેલ સભ્યો વચ્ચે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે બેઠક યોજાઈ હતી. ભાજપ દ્વારા જાહેર કરાયેલ પ્રમુખ માટે કેતન પટેલને મેન્ડેટ લેટર આપવામાં આવ્યો હતો તે મેન્ડેટ લેટર ચૂંટણી અધિકારીને સોપવામાં આવેલ હતો. ચૂંટણી અધિકારી દ્વારા 28 ચૂંટાયેલ સભ્યો પાસે પ્રમુખ ઉપપ્રમુખના ફોર્મ ભરવા હોય તો તે માટે માંગવામાં આવેલ હતા પરંતુ કોઈ એ પણ ફોર્મ ન ભરતાં ભાજપ દ્વારા આપવામાં આવેલ મેન્ડેટ પ્રમાણે રેખાબેન ટપુભાઈ વસૈયા પ્રમુખ ,ભાવનાબેન મુકેશભાઈ ડામોર ઉપપ્રમુખ , દિનેશભાઈ શંકરલાલ પંચાલ
કારોબારી પ્રમુખ માટે સંમતિ માંગતા ઉપસ્થિત સહુ સભ્યો દ્વારા સમર્થન આપવામાં આવ્યો હતો. બિનહરીફ તરીકે ચૂંટાઈ આવેલ પ્રમુખ દ્વારા સાંજે 5:15 વાગે નગરપાલિકાનો પ્રમુખ તરીકે ચાર્જ સંભાળી લીધો હતો.

Share

Related posts

કમલમમાં થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વ્યવસ્થાના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું

Admin

મહીસાગર વહીવટી તંત્રના સાહેબો રેશનીંગ દુકાનદારની રૂબરૂમાં તપાસ કરશે કે પછી સમુદ્ર મંથન !!

gujaratjanekta

સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial