Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ ખાતે 10 મો એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો

પંકજ પંડિત

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ ખાતે 10 મો એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો જેમાં દાહોદ તાલુકાની કાચલા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષિકા એલ્વિનાબેન સી. મછારે “જાદુઈ પીટારા થી ચમકતા સીતારા” વિષય ઉપર બાલવાટિકા તથા ધોરણ 1 થી 3 ના બાળકોને ગણિત વિષયમાં વિવિધ સાધનો, માઈન્ડ ગેમ, તથા વિવિધ રમતોના માધ્યમથી ખુબજ સરળતાથી કેવી રીતે ઝડપથી શિખવાડી શકાય તેના ઉપર પોતાનું ઇનોવેશન રજૂ કર્યું. તેમના સ્ટોલની મુલાકાત દાહોદ જિલ્લાના કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, પ્રાયોજના વહીવટદાર સાહેબ DO/ DPEO સાહેબ તથા વિવિધ મહાનુભવો, શિક્ષકો, તથા વિધાર્થીઓએ લીધી. જિલ્લા કક્ષાએ તેમના ઇનોવેશનને દ્રિતીય સ્થાન મળતા તેઓ હવે ઝોન કક્ષાએ ભાગ લેશે. એલ્વિનાબેને ઉત્કૃષ્ટ ઇનોવેશન રજૂ કરી જિલ્લા માં સ્થાન મેળવી દાહોદ તાલુકાનું નામ રોશન કરેલ હતું.

Share

Related posts

ઝાલોદની 7 શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

gujaratjanekta

દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ ખાતર સપ્લાય સમિક્ષા સમિતિની બેઠક યોજાઈ.

gujaratjanekta

કિશ્તવાડમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ભારે અથડામણ, સેનાએ હાથ ધર્યું ઓપરેશન ત્રાશી-1 – જુઓ Video

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial