Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના માંડલેંશ્ર્વર મંદિરે શિવરાત્રી નિમિતે મેળો યોજાયો : ભક્તોનું ઘોડાપુર ઉમટયુ

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાનનુ હરવા ફરવા તેમજ નદીના કિનારે અને ખુલ્લા વાતાવરણમાં પ્રકૃતિના ખોળામાં આવેલ એક નયનરમ્ય હિંદુઓનું આસ્થાનું પ્રતિક ધામ એટલે પંચમુખી માંડલેશ્ર્વર મહાદેવ મંદિર. આ મંદિરના ચારેય ખૂણામાં દેવતાઓ બિરાજમાન છે. ખૂબ જ જલ્દી આ નયનરમ્ય ધામ ભક્તોના વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.
આજરોજ શિવરાત્રી નિમિતે આ મંદિરે મોટા પ્રમાણમાં ભક્તો સાક્ષાત બિરાજમાન પંચમુખી મહાદેવના દર્શનાર્થે ઉમટી પૂજા અર્ચના કરે છે. આજના દિવસે અહીંયા મેળો યોજાતો હોય છે જેથી મોટા પ્રમાણમાં માનવ મહેરામણ અહીં આવતું હોય છે. આ મેળામાં આવી મહાદેવની પૂજા કરવાનો અનેરો લ્હાવો ભાવિક ભક્તો લેતા હોય છે તેમજ અહીંયા યોજાયેલ મેળામાં વિવિધ ઝૂલા તેમજ વિવિધ વસ્તુઓની ખરીદી પણ કરતા હોય છે.
ત્રિવેણી સંગમ સ્થાને આવેલ આ મંદિરના નદીના કિનારે હરવા ફરવા બોટની પણ વ્યવસ્થા હોવાથી આવેલ લોકો આ બોટિંગનો લ્હાવો પણ લેતા હોય છે. આજના દિવસે ભજનીક ભરતભાઈ બામણીયા, હાસ્ય કલાકાર પ્રકાશ ભરોડીયા, લોક ગાયક કૃષ્ણપાલ બારીયા દ્વારા લોકડાયરાનુ ભાથું ઉમટેલ ભાવિક ભક્તોને પીરસ્યુ હતું. સવારથી જ પંચમુખી માંડલેશ્ર્વર મહાદેવ મંદિરે મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો મંદિરે દર્શનાર્થે ઉમટી પડેલ હતા. મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરવા ભાવિક ભક્તોની લાંબી ભીડ લાગી હતી. આ મંદિરે અંદાજીત દસ હજારથી વધુ લોકો આ મંદિરે દર્શનાર્થે આવેલ હતા. આજના દિવસે મંદિરે ભગવાન ભોળાનાથની આંઠો પ્રહરની પૂજા અને હવન પણ કરવામાં આવેલ હતું. મંદિર સમિતિ તરફથી શિવરાત્રી નિમિતે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

Share

Related posts

વલસાડમાં ACB એ ગોઠવેલ છટકામાં 15 લાખની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાકટર ઝડપાયા

Admin

દાહોદના ધારાસભ્ય પદના શપથ કનૈયાલાલ કિશોરીએ સંસ્કૃત ભાષામાં લીધા.પ્રથમ સંકલનની બેઠકમાં જ 15 પ્રશ્નોનો મારો ચલાવ્યો

Admin

દાહોદના ગામોમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી આપવા યોજાતી તાલીમ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial