Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા નગરમાં પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ રસ્તામાં અડચણરૂપ વસ્તુ દૂર કરી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા નગરમાં ટ્રાફિકને માથાના દુખાવા સમાન બની ગયું છે પોતાની દુકાન મકાન આગળ જાહેરાતના બેનરો ચીજ વસ્તુઓ તેમજ વેપારની ચીજ વસ્તુઓ બહાર કાઢી લટકાવી રાખેછે જેના કારણે રસ્તાઓ સાંકડા બનતા રસ્તા ઉપર અવરજવર કરતા વાહનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને પી આઈ જે એમ ખાંટ તેમજ ફતેપુરા પીએસઆઇ જે કે રાઠવા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી
ફતેપુરા નગરમાં ટ્રાફિકને લઈને વારંવાર રસ્તાઓ ઉપર ગાડીઓની લાંબી કતારો જોવા મળી રહી છે જેને ધ્યાનમાં રાખીને ફતેપુરા પી.આઈ તેમજ પીએસઆઇ ની અધ્યક્ષતામાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં ફતેપુરા નગરમાં વેપાર કરતાં વેપારીઓ તેમજ રહેણાંક મકાન આગળ પોતાના ધંધા રોજગારના મૂકી અથવા તો લટકાવી રાખે છે તો ઘર આગળ હાથલારી કે અન્ય ચીજ વસ્તુઓ મૂકીને વેપાર કરતાં વેપારીઓના કારણે રસ્તાઓ સાંકડા બની જવા પામ્યા છે એના કારણે રસ્તા પરથી અવરજવર કરતા વાહનોને પસાર થવું મુશ્કેલી બની રહ્યું છે ત્યારે રસ્તા પરથી બિનજરૂરી ચીજ વસ્તુઓ હટાવી રસ્તામાં અડચણરૂપ ન થાય તેવી રીતે ચીજ વસ્તુઓ મૂકવા માટે નાગરિકોને અપીલ કરી છે વાહનો યોગ્ય રીતે પાર્ક કરવા તેમજ દુકાન કે મકાન આગળ પોતાની ચીજ વસ્તુઓ ટ્રાફિક ન થાય તેવી રીતે મૂકવી કે લટકાવી રસ્તા ઉપરથી વાહન સરળતાથી પસાર થઈ જાય તેવી રીતે વાહનો પાર્ક કરવા જણાવ્યું છે

Share

Related posts

દાહોદ જીલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ થઇ બીજા રાઉન્ડનું ડસ્ટીંગ શરૂ કરાયું ગત વર્ષના બે મોત બાદ અત્યારથી જ કામગીરીનો પ્રારંભ

gujaratjanekta

ઝાલોદ વિધાનસભાના ગુરુ ગોવિંદ તાલુકાના ગુરુ ગોવિંદ સમાધિ ધામ કંબોઈ ધામ ખાતે મુખ્યમંત્રી એ ભાજપના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલ મીટીંગ યોજી ધારાસભ્ય મહેશ ભૂરીયા ઉપસ્થિત રહ્યા

gujaratjanekta

વડોદરા : ડભોઈ તાલુકાનું અરનીયા ગામ હેરન નદીના પુરના પગલે સંપર્ક વિહોણું – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial