Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

“માંડવી નગરપાલિકાની કારોબારી બેઠકમાં 45 કરોડના અંદાજપત્રને બહાલી”

 

માંડવી નગ૨પાલિકાની કારોબારી સમિતીની બેઠક વિશાલ ઠકકરના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વિવિધ વિકાસના કામો અંગે ચર્ચા વિચારણા કરી મંજુર કરવામાં આવ્યા. તથા વર્ષ ૨૦૨૫-૨૬ માટે માંડવી નગરપાલિકા ઘ્વારા ૪૫ કરોડ રૂપીયાનો અંદાજપત્ર રજુ કરીને બહાલી આપવામાં આવી.માંડવી બિચ પર ખાણી-પાણી, પાર્કીગ તથા અન્ય એકટીવિટી તથા નાના-મોટા તમામ વ્યાપારીઓને રમણીય બિચ ૫૨ વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકારશ્રી પાસેથી જમીનની માંગણી કરવા મંજુરી આપવામાં આવી.

માંડવી પી.જી.વી.સી.એલ. ઘ્વારા આપવામાં આવતા વિજ જોડાણથી વિવિધ સ્મશાનગૃહોમાં વિજ કનેકશન ચાલુ છે જે વિજ વપરાશની રકમમાંથી મુકિત મળે તે માટે નગરપાલિકા ધ્વારા સોલાર સ્ટ્રીટ લાઈટો લગાડવા, શીતલા મંદિરે આવતા યાત્રીકો સાથે બાળકો આરામથી બગીચામાં આનંદ પ્રમોદ કરી શકે તે માટે નવી અને આકર્ષક લાઈટો લગાડવા નિર્ણય લેવામાં આવ્યો. માધવનગરમાં ડો. હેડગેવાર ચોકમાં હાઈમાસ્ટ લગાડવા તેમજ જુદા જુદા સાર્વજનિક વિસ્તારોમાં આકર્ષક લાઈટો લગાડવા ઉપરાંત માંડવી નગરપાલિકા સંચાલિત વર્ષો જુની વાંચનાલય અને પુસ્તકાલયને અઘ્યતન અને ડિઝીટલ, ટેકનોલેજી યુકત બનાવવા નિર્ણય લેવામાં આવ્યો.

માંડવી શહેરના નાગરિકોને ભવિષ્યમાં પીવાના પાણીની અછત ઉભી ન થાય તે માટે રૂકમાવતી નદીમાં નવા ૪ બોર બનાવવા તથા નલીયા રોડ ઉપર પાણીના ટાંકા થી શીતલા માતાના મંદિર સુધી ડામર રોડ પહોળા કરવા, વોર્ડ નં- ૧ માં લક્ષ્મીનારાયણ નગર મધ્યે આવેલ સાર્વજનિક ચોકમાં પેવર બ્લોકનું કામ વગેરેને બહાલી આપવામાં આવેલ.

માંડવી શહેરને વધુ સ્વચ્છ બનાવવા સફાઈ કર્મયોગીઓને સરળતાથી કચરો ઉપાડવા અને ઓછા સમયમાં વધુ કામ કરી શકે તે માટે ગાર્બેજ વ્હીલ ડસ્ટબીનની મંજુરી આપવામાં આવી, શહેરના દાદાવાડી ડેરીથી ટ્રેન્ડસ મોલ સુધીના રસ્તાને મહાન સંત શ્રીમદ રામચંદ્રજીના નામાંકરણ કરવા મંજુરી અપાઈ તથા શહેરમાં વિવિધ જગ્યાએ એસપાઈરેશનલ કોમ્યુનિટી ટોઈલેટ મંજુર કરવામાં આવ્યા.શહેરના બાળકો માટે રમવા અને સ્કીલ ડેવલપમેન્ટ માટે નગરપાલિકા ધ્વારા જી. ટી. ગ્રાઉન્ડ ૫૨ સ્પંદન એકેડેમીને આપેલ જગ્યાની લિઝ રીન્યુ કરવામાં આવી.

આ બેઠકમાં વિજય ચૌહાણ, પ્રેમજી કેરાઈ, જશુબેન હિરાણી, પારસ સંઘવી, વિજય ગઢવી, જયશ્રીબેન વાસાણી વગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો. હેડકલાર્ક મનજી પરમાર, મુકેશ પુરબીયા,વિનોદ મહેશ્વરી, ધરમશી મહેશ્વરી, રાજેશ ગોર, ભુપેન્દ્ર સલાટ, મયુરસિંહ ઝાલા, હરપાલ ગઢવી, હરી ગઢવી, હિતેષ મુછડીયા, દેવિયાન ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

પર્યાવરણ સંરક્ષક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર દાહોદના શિક્ષિકા બહેન શ્રીમતી નીલમબેન જાદવને પણ દાહોદ જિલ્લાનાં કો -ઓર્ડિનેટર તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

gujaratjanekta

PM મોદી બાદ આજે અમિત શાહ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આપશે હાજરી

gujaratjanekta

દિવાળી પર ફરી આવી શકે છે કોરોના? સરકાર હાઈ એલર્ટ પર, અનેક સૂચનાઓ જારી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial