Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ ઘટક -૩ ના સીડીપીઓશ્રી, મુખ્ય સેવિકાઓ, BNM સ્ટાફ, આંગણવાડી કાર્યકર સહિત કિશોરીઓએ દાહોદ શહેરનાં દાહોદ A ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકા આઈ.સી.ડી.એસ. શાખા દાહોદ ઘટક-૩ ના સી.ડી.પી.ઓ શ્રી, મુખ્યસેવિકા, BNM સ્ટ્રાફ તથા આંગણવાડી કાર્યકર દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા દિવસની ઉજવણી થીમ પ્રમાણે કરવાની હોવાથી ઘટકની કિશોરીઓની દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન તેમજ સામુહિક કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી.આ નિમિતે ઘરેલું હિસા, દહેજ પ્રથા, સામાજિક શોષણ, બાળ લગ્ન, જાતીય સતામણી, ૧૮૧ હેલ્પ લાઈન વગેરે કાયદાઓ વિષે વિસ્તાર પૂર્વક સમજ આપવામાં આવી હતી. સાથોસાથ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ અને ગેરફાયદા અંગે પણ કિશોરીને સમજ આપવામાં આવી હતી.સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ અને કાયદાઓ આજે અમલમાં છે. જેના દ્વારા સ્ત્રીઓ સ્વમાનભેર પોતાની જિંદગી જીવી શકે અને ખરાબ દુષણોમાંથી બચી શકે છે. સરકારશ્રી દ્વારા મહિલા પોલીસ સ્ટ્રેશન/મહિલા અભયમ હેલ્પલાઈન નમ્બર ૧૮૧, સખી વન સ્ટોપ સેન્ટર્સ વગેરેની હેલ્પ કેવી રીતે લેવી તે અંગેની જાણકારી કિશોરીઓને આપવામાં આવી હતી.વધુમાં દાહોદ પોલીસ ઇનસન્સપેકટર શ્રી એ.એમ. કામળીયા, પોલીસ સબ ઇન્સપેકટર શ્રી.જી.બી. ભરવાડ, પોલીસ બેઝ સપોર્ટ સેલ તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કિશોરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુથી પોલીસ સ્ટેશનની આંતરિક મુલાકાત, કિશોરીઓ સાથે સંવાદ તેમજ અધિકારીઓ દ્વારા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા આવ્યું હતું.

Share

Related posts

દાહોદમાં મુખ્ય ચૂંટણી અધિકારીની ઉપસ્થતિમાં વિધાનસભા બેઠકો પર EVM મશીનોની ફાળવણી કરાઈ..

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકાનુ એમ.જી.વી.સી.એલનુ 1,95,21,685 નુ લાઈટ બિલ બાકી : એમ.જી.વી.સી.એલ દ્વારા 15 દિવસમાં લાઇટ બિલ ભરવાની નોટિસ મોકલી

gujaratjanekta

ફતેપુરામાં કબ્રસ્તાન સામે ગેરકાયદે ડમ્પિંગ યાર્ડ હટાવવા મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર અપાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial