સોલંકી કિશોરસિંહ,
આંતરરાજ્ય વાહન ચોરી કરતા રાજસ્થાન રાજ્યના બે આરોપીઓને ઝડપી પાડી વડોદરા શહેરના મોટરસાયકલ ચોરીના અનડિટેડ ગુનાઓને પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી ડિટેક્ટ કરી કુલ દસ (૧૦) અનડિટેક્ટ મોટરસાયકલ ચોરીના ગુના ડિટેક્ટ કરી (૧૦)મોટરસાયકલ ની કિંમત રૂપિયા ૨,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કરતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.
મે. પોલીસ મહાન નિરીક્ષક શ્રી આર.વી. અસારી , પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સૂચના હેઠળ મે. પોલીસ અધિક્ષક શ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલાના ઓએની જિલ્લામાં જિલ્લામાં વાહન ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા ટીમો બનાવી પોકેટકોપના માધ્યમથી વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવા સારું જિલ્લા એલ.સી.બી. સ્ટાફની જુદી જુદી ટીમો દાહોદ ટાઉન તેમજ જિલ્લામાં વાહન ચોરીના વાહન ચોરીના ગુનાઓમાં ચડાવાયેલ આરોપીઓ તેમજ વાહન ચોરીના ગુનાઓની ગેંગના સાગ્રતોની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરી કાર્યરત હતી.
તે દરમિયાન એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ.ગામેતી નાઓની સુચના મુજબ ગઈકાલ પો.ઇ.શ્રી આર.જે.ગામીત તથા પો.સ.ઈ.શ્રી ડી.આર. બારૈયા તથા એલ.સી.બી. ની ટીમ ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી ધોળા ખાખરા ગામે ચાકલીયા થી દાહોદ તરફ જતા રસ્તા ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ચાકલિયા બાજુથી એક નંબર વગરની બ્લેક કલર ની સ્પ્લેન્ડર pro મોટરસાયકલ લઈ આવતા તેઓને ઉભા રાખવાનો ઈશારો કરતા મોટરસાયકલ ચાલક ઈસમે તેની મોટરસાયકલ ધીમે પાડી ભરત વાળી ઝડપથી ભાગવા જતા સ્થાપના માણસોએ દોડી ફોટન કરી ઝડપી પાડી તેઓને મોટરસાયકલ લઇ ભાગવા બાબતે પૂછતા કોઈ સંતોષકારક હકીકત નહીં જણાવતા તેઓ પાસે મોટરસાયકલના કાગળો માંગતા તેઓની પાસે નહીં હોવાનું જણાવેલ.
જેથી તેઓને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે પોતાના સાગો સાથે ભેગા મળી વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ અલગ અલગ સમયે મોટરસાયલના લોક તોડી તેમજ ડુબલીકેટ ચાવીથી લોક ખોલી મોટરસાયકલ ચોરી કરી લાવેલ તે મોટરસાયકલ વેચાણ કરવાની ફિરાગમાં નીકળેલ હોવાનું જણાવેલ અને બીજી કેટલીક ચોરી કરી લાવેલ મોટરસાયકલ ટીંબી ગામે અનાસ નદીના કોતરમાં સંતાડી રાખેલ હોવાનું જણાવી તે જગ્યા સ્વીચાયે બતાવતા ઘણા બધા તેઓને સાથે રાખી તપાસ કરતાં બીજી નવ મોટરસાયકલ મળી આવેલ. જે પણ નંબર વગરની હોય જેથી પોકેટ કોપ એપ દ્વારા તપાસ કરતા નીચે મુજબની હકીકત જણાઈ આવેલ.
જઓની કબુલાત આધારે ખાતરી તપાસ કરતા કરાવતા નીચે મુજબના વાહનો ચોરીના ગુનાઓને તથા કાયદેસરની કાર્યવાહી કરી ચાકલિયા પોલીસ સ્ટેશનન સોફવા તજવીજ કરેલ.
પકડાયેલા આરોપીઓ તેમના સાગરીત સાથે ભેગા મળી મોટરસાયકલની રેકી કરી તેનું લોક તોડી કે ડુબલીકેટ ચાવીથી લોક ખોલી મોટરસાયકલ ચોરી કરી લઈ આવતા હોવાની મો.ઓ. ધરાવે છે.
સારી કામગીરી કરનાર અધિક કર્મચારીઓ.
(૧) પો.ઈન્સ.શ્રી એસ.એમ.ગામેતી એલ.સી.બી.દાહોદ.
(૨) પો.સ.ઇ.શ્રી આર.જે.ગામીત (૩) પો.સ.ઇ.શ્રી ડી.આર.બારૈયા (૪) પો.સ.ઈ.શ્રી એસ.જે.રાઠોડ (૫)ASI સોમાભાઈ રતનાભાઈ બ.નં.૦૭૧૮ (૬)ASI કરણભાઈ બચુભાઇ બ.નં. ૧૦૧૧ (૭) ASI મહેશકુમાર નરવતભાઇ બ.નં. ૭૨૧ (૮) ASI રવિન્દ્રસિંહ નરેન્દ્રસિંહ બ.નં.૯૯૭ (૯) ASI ભરતભાઈ સોમાભાઈ બ.નં.૦૯૮૫ (૧૦) HC છત્રસિંહ કોદરભાઈ બ.નં.૦૭૩૮ (૧૧) HC સરદારભાઇ શનાભાઈ બ.નં.૧૧૪૭ (૧૨)HC કિરીટભાઈ ભેમાભાઇ બ.નં.૧૦૩૫ (૧૩) HC દિપકભાઇ મિનેશભાઈ બ.નં.૧૧૪૨ (૧૪) HC અલ્કેશભાઇ મોગાભાઇ બ.નં.૧૧૮૧ (૧૭) HC ઇન્દ્રજીતસિંહ ભગવતસિંહ બ.નં.૩૦૪ (૧૭) HC રિકેશભાઈ ચીમનભાઈ બ.નં,૦૬૧૫ (૧૮) PC મુકેશભાઇ મથુરભાઇ બ.નં.૧૧૯૫ (૨૧) PC પ્રિતકુમાર રમેશભાઈ બ.નં.૧૦૯૭ (૨૨) PC મિલનસિંહ વનરાજસિંહ બ.નં.૦૫૭૯ (૨૩) PC મહેશભાઇ તોફાનભાઈ બ.નં.૦૧૭૭ (૨૫) PC રવિન્દ્રભાઈ દિલીપભાઈ બ.નં.૧૨૪૮ (૨૬) PC ભરતજી મેતાજી બ.નં.૦૦૨૦ તમામ એલ.સી.બી.દાહોદ

