Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાન્તિકુંજ હરિદ્વાર ના માર્ગદર્શનમાં શક્તિ સંવર્ધન 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાન્તિકુંજ હરિદ્વાર ના માર્ગદર્શનમાં શક્તિ સંવર્ધન 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ ના ત્રીજા દિવસે તારીખ 9 1 2024 ના રોજ સવારે 9 કલાક છે મહાનુભાવના સ્વાગત સાથે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ માં વિવિધ સંસ્કારો જેવા કે નામકરણ, મુંડન, પુસવન સંસ્કાર સાથે 2000 થી પણ વધુ યુવાઓને ગુરુદક્ષા, મંત્ર દીક્ષા નો ભવ્ય કાર્યક્રમ થયો હતો. ગુરુ દીક્ષા બાદ 24 કુંડાય ગાયત્રી મહાયજ્ઞમાં વિશ્વ શાંતિ સમૃદ્ધિ સ્વાસ્થ્ય માટે સામૂહિક આહૂતી આપવામાં આવી હતી.
આજ રોજ બપોર ના એક કલાકે ગાયત્રી પરિવાર યુવા સંમેલન ને સંબોધન કરતા ગુજરાત રાજ્ય યુવા પ્રભારી શ્રી કિરીટભાઈ સોનીએ યુવાઓને સંબોધ્યા તેમાં સંગઠનની રીતિ -નીતિ વિશે ઉદાહરણ સહિત યુવાઓને માર્ગદર્શન આપ્યું હતું. સ્વામી વિવેકાનંદ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના ઉદાહરણો ટાંકી યુવાઓને ટકોર કરવામાં આવી. યુવા શક્તિને સંગઠિત કરી ભાવી ભારતના નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડવા હાકલ કરી. યુવાઓને 11 સુત્રી કાર્યક્રમમાં સામેલ થવા આવાહન કર્યું હતું.
સાંજે પાંચ કલાકે 1008 મહાદીપ યજ્ઞ ની મહા આરતી સાથે ગાયત્રી મહામંત્રથી સમગ્ર વાતાવરણ ભવ્ય અને દિવ્ય બન્યું હતું. અને સમગ્ર દિવસ દરમિયાન ગાયત્રી મહાયજ્ઞ સાથે મહાદિપ યજ્ઞ તથા ભોજન પ્રસાદમાં 4,000 થી વધુ ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
વધુમાં આ કાર્યક્રમમાં ગુજરાત યુવા ઝોન પ્રભારી કિરીટભાઈ સોની, પંચમહાલ ઉપજોન યુવા પ્રભારી ગોપીચંદ ભુરીયા, તથા લીમડી કડાણા રાજસ્થાન મોરવાહડપ ઝાલોદ વગેરે સ્થળોએ થી ભાવિક ભક્તો ઉપસ્થિત રહી સત્સંગ, યજ્ઞનો લાભ લીધો હતો.
હા કાર્યક્રમનું સફળ સંચાલન શાંતિ કુંજ ની પ્રજ્ઞા ટોળી નાયક પ્રભાકાંત તિવારીજી તથા કુંજવિહારી પટેલજી તેમની સંગીતમય ટીમ દ્વારા યુગ સંદેશ પાઠવ્યો હતો.
આ કાર્યક્રમની વ્યવસ્થા 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સમિતિ, પ્રજ્ઞાપીઠ લીમડિયા સમિતિના રામજીભાઈ ગરાસીયા તથા ચંદ્રસિંહ પારગી, પૂનમચંદ ગરાસીયા થાવરાભાઈ, નરસિંહભાઈ, માનસિંગભાઈ, પારસીંગભાઈ અશ્વિનભાઈ માલ, સળુભાઇ ગરાસીયા વીરસીંગભાઇ ડોડીયાર , વ્યસન મુક્તિ પ્રદર્શનમાં ગુલાબસિંહ પારગી, તથા પ્રતાપભાઈ લક્ષ્મણભાઈ, ગલાભાઇ બરજોડ તથા ભલજીભાઈ ગરાસીયા સાહિત્ય વિભાગમાં જેન્તીભાઈ વગેરે પોતાનું સમયદાન આપી વ્યવસ્થા સંભાળી હતી.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ગરાડું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઇ રહેલા વેરી હાઈ રિસ્ક સગર્ભા માતાને પોષણ કીટ અપાઈ

gujaratjanekta

દિલ્હી ખાતે યોજાયેલ ૭૬ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાંથી દાહોદ શહેરની ઘાંચીવાડ વિસ્તાર આંગણવાડી બહેનશ્રી હિરલ ભટ્ટને કાર્યકરની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા.

gujaratjanekta

લીમડી પો.સ્ટેશનમા પ્રોહીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ એસ.ઓ.જી પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial