Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રી એસ વી વિદ્યા સંકુલ નાં પ્રમુખ, દાહોદ જિલ્લા પંચાયત નાં સદસ્ય તેમજ વ્યસન મુક્તિ અભિયાન

તા 8મી જાન્યુઆરી 2025 નાં રોજ લીમખેડા તાલુકા ની ત્રણ શાળાઓ નાં વિદ્યાર્થીઓ સાથે વ્યસન મુક્તિ અંગે નો કાર્યક્રમ યોજાયું. આ અભિયાન ની આજ ની શરૂઆત
નૂતન માધ્યમિક શાળા થી 11.30 કલાકે થઇ જેમાં નૂતન માધ્યમિક શાળા ખાતે 1965 થી 2002 સુધી આચાર્ય પદે સેવા આપ્યા બાદ પુનઃ પોતાની માતૃ સંસ્થા માં વિદ્યાર્થીઓ ને વ્યસનમુક્તિ અને સંસ્કાર યુક્ત જીવન જીવવાની કલા પર ભાર મૂક્યું. તેઓશ્રી એ જણાવ્યું કે સંપતિ જરૂરી છે પણ સંસ્કાર નહિ હોય અને વ્યસન યુક્ત હશો તો સંપતિ રહેશે નહિ. તેઓશ્રી પોતાના નાં ખર્ચે 82 વર્ષ ની ઉમરે બસ માં મુસાફરી કરી ને આ અભિયાન માં યુવાન ને શરમાવે તેવા ભાવ સાથે જોડાયા હતા એસ વી વિદ્યા સંકુલ નાં પ્રમુખ, દાહોદ જિલ્લા પંચાયત નાં સદસ્ય તેમજ વ્યસન મુક્તિ અભિયાન નાં સક્રિય સભ્ય શ્રી સર્તન ભાઈ ચૌહાણે વિદ્યાર્થીઓ ને વ્યસન અને ફેશન થી દુર રહેવાનું જણાવ્યું . તેઓશ્રી એ પોતાની આગવી શૈલી માં સૌ ને મંત્ર મુગ્ધ કાર્ય હતા . દાહોદ જિલ્લા વ્યસન મુક્તિ અભિયાન નાં સંયોજક , ધાનપુર પાટડી નાં નિવૃત્ત આચાર્ય શ્રી કૌશિક ભાઈ પિથાયા એ પણ ભાવ વાહી શૈલી માં નૂતન અને નાના માળ શાળા ખાતે સંબોધન કર્યું હતું . આ પ્રસંગે નૂતન શાળા ખાતે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ CRC શ્રી દેસિંગ ભાઈ તડવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોતા ના જીવન ઘડતર માં ત્રણેય

તબક્કે જે આચાર્ય સાહેબોએ યોગદાન આપ્યું તેઓ બધા ને એક સાથે મલી ને અભિભૂત થયા.
વડોદરા ખાતે રહી ને પણ દાહોદ જિલ્લા નાં શાળાઓ માં અભ્યાસ કરતા યુવાન દીકરા દીકરીઓ નું ભાવિ જીવન સુખી રહે , નિરોગી રહે એવા આશય થી આ અભિયાન ને વડોદરા થી દાહોદ સુધી સારી રીતે ચલાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા લીમખેડા કોલેજ ના નિવૃત્ત આચાર્ય શ્રી જી આર શર્મા એ ત્રણેય શાળાઓ નાં વિદ્યાર્થીઓ ને પ્રેરક વાર્તાલાપ આપ્યું.તેઓએ જણાવ્યું કે ગુજરાત સરકારે પણ વ્યસન મુક્તિ માટે જે કામગીરી કરી છે તે પ્રશનનનીય છે તેઓએ દાહોદ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગ નાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીઓ શ્રી દામા સાહેબ અને શ્રી બારીયા સાહેબ નો પણ દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો

Share

Related posts

વલસાડમાં ACB એ ગોઠવેલ છટકામાં 15 લાખની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાકટર ઝડપાયા

Admin

પંચમહાલ જિલ્લા સસ્તા અનાજ ના સંચાલકો વિરુદ્ધ જિલ્લા પુરવઠા અધિકારી ની લાલ આંખ દુકાનદારો તેમજ વેપારીઓ માં ફફડાટ!!

gujaratjanekta

લુણાવાડાની આદર્શ એજ્યુકેશન કેમ્પસમાં ‘નંદ મહોત્સવ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial