સોલંકી કિશોરસિંહ,
દિલ્હી ખાતે યોજાયેલ ૭૬ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દાહોદની આંગણવાડી કાર્યકર્તા બહેનશ્રી હિરલ ભટ્ટને જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય મંત્રીશ્રી અન્નપૂર્ણા દેવી તેમજ મંત્રીશ્રી સાવિત્રી ઠાકુરના વરદ હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા.
સમગ્ર ગુજરાત રાજ્યમાંથી લગભગ ૧૨ જેટલી આંગણવાડી બહેનોની યાદીમાં દાહોદ જિલ્લામાંથી હિરલબેન ભટ્ટ ની પસંદગી,નારીશક્તિ ઘરના ઉંબરાને વટાવી આજે આકાશ સુધી પહોંચી ગઇ છે. હવે તો એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં નારીનો ડંકો વાગતો ન હોય ! નારીશક્તિને યથોચિત સન્માન અને સમાન તક મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાક ક્રાંતિકારી નિર્ણયોને કારણે નારીશક્તિની પ્રતિભાને વેગ મળવાની સાથે તેની ખૂબીઓનો પરિચય લોકોને થયો છે.
દિલ્હી ખાતે યોજાયેલ ૭૬ મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દાહોદની આંગણવાડી કાર્યકર્તા બહેનશ્રી હિરલ ભટ્ટને જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય મંત્રીશ્રી અન્નપૂર્ણા દેવી તેમજ રાજ્યમંત્રીશ્રી સાવિત્રી ઠાકુરના વરદ હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી લગભગ ૧૨ જેટલી આંગણવાડી બહેનોની યાદીમાં દાહોદ જિલ્લામાંથી હિરલબેન ભટ્ટ ની પસંદગી કરવામાં આવી હતી. જે સમગ્ર આપણા દાહોદ જિલ્લા માટે ગૌરવ લેવા જેવું બાબત છે.
હિરલબેન હર્ષિલભાઈ ભટ્ટ વર્ષ ૨૦૧૭ થી દાહોદમાં આવેલ દેસાઈ વાડા, ઘાંચીવાડા-૩ આંગણવાડીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આંગણવાડીનો સમય થયે આ આંગણવાડી નાનકડાં ભૂલકાંઓની કીકીયારીથી ભરાઈ જાય છે. ચલો બાળકો…ના અવાજથી હિરલબેન શરૂઆત કરે એટલે આ નાનકડાં ભૂલકાઓ શિસ્ત બદ્ધ રીતે ગોઠવાઈ અને હિરલબેનને અનુસરવા માંડે.
તેડાગર બહેન સોનલબેન નળવાયા અને આંગણવાડી કાર્યકર્તા બહેન હિરલબેન ભટ્ટ એમ ફક્ત ૨ બહેનો થકી ચાલતી આ આંગણવાડીમાં રમત – ગમતના સાધનો, બાળકોના વજન, ઊંચાઈ, તમામ તહેવારોની ઉજવણી કરવી, નાસ્તો સહિત જમવાનું પણ પોષણ સુધાના મેનુ મુજબનું પોષણ યુક્ત આપવામાં આવે છે. ઘરે પોતાની માતાને ખાવા – પીવામાં આનાકાની કરતાં આ બાળકો હોંશે – હોંશે એને આરોગે છે. ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરસુશ્રી ઈરાબેન ચૌહાણના દિશા – સૂચન તેમજ માર્ગદર્શન હેઠળ આંગણવાડી વિભાગ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી રહી છે.
હિરલબેનને ૨૨ જુલાઈ ૨૦૨૩ માં મિલેટ વર્ષની જિલ્લા કક્ષાની ઉજવણી દરમ્યાન પ્રથમ નંબર આવતાં સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૨ દરમ્યાન જિલ્લા કલેકટરશ્રીના હસ્તે પણ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. એ સાથે ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૪ માં યોજાયેલ નારી સંમેલન દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોરના વરદ હસ્તે પણ સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

