પંકજ પંડિત
રાજસ્થાન રાજ્યના બાંસવાડા જિલ્લાની વિપ્ર ફાઉન્ડેશનની જિલ્લા લેવલની મીટીંગ આનંદપુરી મુકામે યોજાઈ હતી. આજની આ મીટીંગમાં બાંસવાડા જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં સુંદર પ્રદર્શન કરી સમાજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્મામ કરવામાં આવ્યું હતું તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં સમાજની પ્રગતિ તેમજ વિકાસ માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આજની વિપ્ર ફાઉન્ડેશનની મીટીંગમાં ઝાલોદ નગરના બ્રહ્મ સમાજના પ્રમુખ વિજય પંડિત તથા સમાજના મંત્રી પંકજ પંડિતને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઝાલોદના પ્રમુખને દાહોદ જિલ્લામાં વિપ્ર ફાઉન્ડેશનનું ગઠન કરી મજબૂત બનાવવાની જવાબદારી આપવામાં આવી હતી. આ જવાબદારી જલ્દી પૂરી કરવાની બાંહેધરી ઝાલોદ બ્રહ્મ સમાજના પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી.
હાલ સમગ્ર ભારતમાં વિપ્ર ફાઉન્ડેશન દ્વારા દરેક રાજ્યમાં વિપ્ર સંગઠન બનાવી અને આ સંગઠન જિલ્લા તેમજ તાલુકા સ્તર સુધી સંગઠનની રચના કરી બ્રહ્મ સમાજના વિકાસ માટે સતત કાર્યરત છે.
તે અંતર્ગત દાહોદ જિલ્લા અને મધ્યપ્રદેશમાં ઝાબુઆ જિલ્લામાં પણ વિપ્ર ફાઉન્ડેશનના નેજા હેઠળ તાત્કાલિક જિલ્લા સ્તરની તેમજ તાલુકા લેવલની સમિતિ બનાવી ત્રણ રાજ્યોના ત્રણ જિલ્લા જે એક બીજાને અડીને આવેલ છે અને તેઓ કોઈક ને કોઈક રીતે એક બીજા સાથે સંકળાયેલ છે.આ સંકલનને એક મજબૂત સંગઠન બનાવી સમાજનો વિકાસ થાય તે માટે વિજય ભાઈ પંડિત સંગઠન પર પોતાના વિચાર મૂક્યા હતા.જે ઉપસ્થિતિ તમામ સંગઠનના અધિકારી તેમજ સભ્યોએ આવકાર્યો હતો.ઉપરોક્ત કાર્યક્રમમાં કૈલાશ પારીખ દ્વારા સર્વે વિપ્રોનું સ્વાગત કર્યું હતું.તેમજ વિપ્ર ફાઉન્ડેશન રાજસ્થાનના પ્રદેશ મહામંત્રી યોગેશ જોષીએ વિપ્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા કાર્યોનો વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો અને આગામી દિવસમાં વિપ્ર ફાઉન્ડેશન દ્વારા સામૂહિક જનોઈ કાર્યક્રમ તેમજ યુવક યુવતી પરિચય સંમેલન કરવાનું આયોજન કરેલ છે. સભામાં ખૂબ મોટી સંખ્યામાં મહિલા પદાધિકારીઓએ હાજરી આપી હતી.સભાનું સંચાલન કલ્પેશ પંડ્યાએ કર્યું હતું .

