Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

કેબિનેટ મંત્રી કુબેર ડીંડોર પોતે મહીસાગર જીલ્લામાંથી આવતા હોવા છત્તા શિક્ષકોની ફેરબદલીનો કેમ્પ યોજી ન શકતા શિક્ષકોમાં ભારે રોષ!!

સંકેત પંડયા – જર્નાલિસ્ટ

પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ અને ખેડા જીલ્લામાંથી મહીસાગર જીલ્લો નવો બન્યો હતો. જેથી આવા શિક્ષકોને ખેડા અથવા તો પંચમહાલમાં જવાનો વિકલ્પ આપવાનો હતો. પરંતુ વિકલ્પ નહી અપાતા શિક્ષકો 2022માં ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં ગયા હતા. જ્યાં હાઈકોર્ટે શિક્ષકોની તરફેણમાં સ્ટે આપ્યો હતો. તેમજ સત્તાવાળાઓને આદેશ કર્યો હતો કે મહીસાગર જીલ્લાના શિક્ષકોને પ્રથમ પસંદગી આપવી. આમછત્તા શિક્ષકોને ન્યાય મળ્યો નહોતો. ત્યાર બાદ શિક્ષકો દ્રારા શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, પ્રાથમિક શિક્ષણ નિયામકને તેમજ રાજકીય નેતાઓને લેખિતમાં રજૂઆતો કરીને ન્યાય અપાવવા અપીલ કરી હતી. જેને લઈને ખુદ શિક્ષણ મંત્રીએ પણ શિક્ષણ વિભાગને યોગ્ય કરવાનો લેખિતમાં આદેશ કર્યો હતો. ત્યારે આટલા મોટા નેતાએ આદેશ કર્યો હોવા છતાં અધિકારીઓ દ્વારા આ આદેશનું પાલન કરવામાં આવ્યું ન હતુ.
શિક્ષણ વિભાગે 20 અને 20મી નવેમ્બરે માત્ર મહીસાગર જીલ્લા ફેરબદલી કેમ્પને બદલે સમગ્ર રાજ્યનો બદલી કેમ્પ યોજ્યો હતો. જેમાંથી મહીસાગર જીલ્લાના શિક્ષકોને જ બાકાત કરી દેવાયા હતા. જેથી શિક્ષકો રાતોરાત ફરીથી હાઈકોર્ટમાં ગયા હતા જેમાં હાઈકોર્ટે તુરંત જ કેમ્પને અટકાવવાનો આદેશ આપ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લાના મુળ શિક્ષકોને વિભાજન વિકલ્પ કેમ્પનો લાભ મળી શકે તે હેતુથી દર વર્ષે ફેરબદલી કેમ્પ યોજાતો હોય છે!!

શિક્ષકોએ આક્ષેપ કર્યો હતો. કે શિક્ષણ વિભાગ અને નિયામક કચેરીની મનમાનીથી શિક્ષકો વિભાજન વિકલ્પ કેમ્પ દ્વારા બદલીના લાભથી વંચિત રહેવા પામેલ છે. તંત્ર દ્વારા ધારાસભ્ય કે મંત્રી કોઈની રજૂઆતને ધ્યાને લેવાતી નથી. આ કારણે ન્યાય માટે કોર્ટનો આસરો લેવાની ફરજ પડે છે અને પ્રશ્નો લંબાતા જાય છે. ત્યારે ક્યારે તંત્રના અધિકારીઓ નિંદ્રામાંથી જાગીને કામગીરી કરશે તે જોવું રહ્યું?!!

Share

Related posts

કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને લેપ્રસી કેસ ડીટેક્શન કેમ્પેઈન અંતર્ગત સ્ટીયરીંગ હેલ્થ કમીટીની મીટીંગ યોજાઈ

gujaratjanekta

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઇ જી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

gujaratjanekta

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ રાજદિપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ રામનવમીના આયોજકો સાથે દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષકની કચેરી ખાતે મીટીંગ યોજાઈ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial