Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા વિધાનસભા મત વિસ્તારનો સ્નેહમિલન કાર્યક્રમ સુખસર બી.એડ. કોલેજ ખાતે યોજાયો

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

કેબિનેટ મંત્રી કુબેર ડીંડોર,સાંસદ જશવંતસિંહ ભાભોર અને પ્રમુખ શંકર આમલીયારના અધ્યક્ષ સ્થાને યોજાયો
ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કર્યુંદર વર્ષની જેમ આ વર્ષે પણ ફતેપુરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનુ સ્નેહ મિલન કાર્યક્રમ સુખસર બી.એડ કોલેજ ખાતે યોજાયો હતો. કેબિનેટરી કુબેર ડીંડોર,સાંસદ જશવંત ભાભોર જિલ્લા ભાજપ પ્રમુખ શંકરઆમલીયારસહિતઅન્યપદાધિકારીઓ,વેપારીઓ,સામાજિક સંસ્થાના આગેવાનો,જુદા-જુદા સમાજના પ્રમુખો,ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે દિવાળી બાદ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યકમ યોજવામાં આવે છે.જે અંતર્ગત રાજ્યના પ્રવેશ દ્વાર ગણાતા આદિવાસી વસ્તી ધરાવતા દાહોદ જિલ્લા ફતેપુરા વિધાનસભામાં કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમા સાંસદ જશવંત ભાભોર,જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર,ફતેપુરા તથા સંજેલી તાલુકાના તાલુકા પ્રમુખો,મંડળ પ્રમુખો,જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો,સરપંચો,અન્ય પદાધિકારીઓ,મહિલા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારાએ મંચસ્થ તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયારે શાબ્દિક પ્રવચન કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.સાંસદ જશવંતસિંહ ભાભોરે કોરોના કાળથી લઈ આજ સુધી કેન્દ્ર સરકાર દ્વારા મફત અનાજ સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. તેની વિસ્તૃત માહિતી આપી હતી.ત્યારબાદ મંત્રી કુબેર ડિંડોરના ઓએ જણાવ્યું હતું કે,કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં રહેતા સમાજના લોકો માટેની વિવિધ યોજનાની વાતો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના ભગવાન બિરસામુંડાને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું.આ ઉપરાંત કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આઝાદીબાદ કોંગ્રેસ સરકારે માત્ર આદિવાસીઓનું શોષણ કર્યું છે, ભાજપે આદિવાસી સમાજમાં શિક્ષણ નું સ્તર સુધાર્યું છે.વિદ્યાર્થીઓમાં મેડિકલ ક્ષેત્રે અને વિદેશ અભ્યાસનું પ્રમાણ વધ્યું છે.ગુજરાતમાં લાંબા સમયથી ભાજપનું સાશન છે.જે જણાવે છે કે,ભાજપની રાજનીતિએ મતોની રાજનીતિ નથી.ત્યારબાદ એપીએમસીના ચેરમેન પ્રફુલભાઈ ડામોરે આભાર વિધિ કરી હતી.

Share

Related posts

ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ ડોક્ટર એસોસિએશન દ્વારા કલકત્તામાં બનેલ દુખદ ઘટના અંગે વિરોધ દર્શાવવામાં આવ્યો

gujaratjanekta

“ભુજના કલાકારે ગણપતીને રિઝવવા સતત 11.15 કલાક નોન-સ્ટોપ ઢોલ વગાડી અનોખી સાધના કરી”

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial