Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના ગર્ભગૃહમાં થયેલ આભૂષણોની ચકચારી ચોરીનો ભેદ ઉકેલીને એક આરોપીને પકડી પાડી ચોરીમાં ગયેલ સોનાના આભૂષણોનો સંપૂર્ણ મુદ્દામાલ રીકવર કરતી પંચમહાલ એલ.સી.બી. પોલીસ!!!

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી 

 

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે ૫૧ પવિત્ર શક્તિપીઠો પૈકીની એક શક્તિપીઠ આવેલ છે. જ્યાં ગત તા.૨૮મી ઓક્ટોમ્બરના રોજ મહાકાળી માતાજી મંદિરના ગર્ભગૃહ માંથી માતાજીના શણગારના સોનાના આભૂષણો ચોરાયેલ હોવા અંગેનો ગુનો નોંધાવવા પામ્યો હતો પવિત્ર યાત્રાધામ પાવાગઢ સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ હોય અને આરોપી દ્વારા ગુનો કરતી વખતે અપનાવવામાં આવેલ એમ.ઓ. અત્યંત પડકારરૂપ હોય આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા તાત્કાલિક ગુનાવાળી જગ્યાની વિઝીટ કરવામાં આવેલ હતી. અને આ બનાવ અંગે જરૂરી સૂચન તથા માર્ગદર્શન આપવામાં આવેલ. આ બનાવ અતિગંભીર હોય જેને કોઈપણ સંજોગોમાં ડિટેકટ કરવા માટે એલ.સી.બી, એસ.ઓ.જી, પેરોલ-ફર્લો તથા જિલ્લા પોલીસની અલગ- અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આરોપીને પકડવા સારું વ્યુહાત્મક રણનીતિ બનાવવા એલ.સી.બી.પી.આઈ. એન.એલ દેસાઈને સૂચના આપવામાં આવેલ હોય જે આધારે એલ.સી.બી.ગોધરા દ્વારા આયોજનબધ્ધ રીતે મંદિર પરિસરનાં તથા પાવાગઢ તરફ આવતા એન્ટ્રી- એકઝીટના તમામ CCTV કેમેરાઓને અલગ-અલગ એન્ગલથી ઘનિષ્ઠ રીતે ચેક કરવામાં આવ્યા હતા. હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ એનાલિસિસના આધારે તમામ પાસાઓને ધ્યાને રાખીને ગુનાને ડીટેકટ કરવા સારું માઈક્રો પ્લાનિંગ સાથે વર્ક આઉટ હાથ ધરવામાં આવ્યું હતું. આ અન્વયે એલ.સી.બી. ટીમને અગત્યની લીડ મળેલ કે, એક મો.સા.નંબર જી.જે.૧૬.ડી.એલ.૯૪૯૭નો ચાલક તા. ૨૭/૧૦/૨૪ ના રોજ પાવાગઢ ખાતે આવેલ અને તે ઈસમની પાવાગઢ તથા મંદિર પરિસરના CCTV કેમેરામાં શંકાસ્પદ હિલચાલ જણાઈ આવતા તેણે જ આ ગુનાને અંજામ આપેલ હોય તેવી ચોક્કસ ખાત્રી થતા અને આ અંગે વધુ ઉંડાણપુર્વક ટેકનીકલ એનાલીસીસ કરતા આ શંકાસ્પદ વ્યકિતની વિદુરભાઈ ચંદ્રસીંગભાઈ વસાવા રહે. નસારપુર વાકી ફળીયુ તા.ઉમરપાડા જી.સુરત તરીકેની ઓળખ થઈ હતી. તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી આ વ્યકિતને ઝંખવાવ સુરત ગ્રામ્ય ખાતેથી શોધી કાઢીને તેની પુછપરછ કરતા પોતે ગુનો કરેલાની કબુલાત કરતા તેની ધરપકડ કરીને ઉપરોકત ઈસમની પુછપરછ કરતા તેઓ જણાવેલ કે, પોતે પોતાના સાળાની મોટર સાયકલ નંબર જી.જે.૧૬ ડી.એલ. ૯૪૯૭ ની લઈને તા. ૨૭/૧૦/૨૦૨૪ ના રોજ પાવાગઢ ખાતે ગયેલ હતો. અને ત્યાં રાત્રીના સમયે મંદિરમાં મુખ્ય દ્રાર થી ઉપર હવા ઉજાસ માટેના “વેન્ટીલેશન વાળા હોલમાંથી” મંદિરમાં ગર્ભગૃહમાં અત્યંત ચાલાકી પૂર્વક અંદર પ્રવેશ કરી મહાકાળી માતાજીની તેમજ અન્ય મુર્તીઓ ઉપર પહેરાવેલ સોનાના હાર નંગ-૦૬ અને મુંગટ નંગ-૦૨ ની ચોરી કરીને ત્યાંથી મોટર સાયકલ લઇ પરત પોતાના ઘરે આવી ગયો હતો અને આ ચોરી કરેલ દાગીનાઓ પોતાની ટાટા ટ્રક નં.જી.જે.૦૯ ઝેડ ૯૮૩૧ ના કેબીનમાં ડ્રાઇવર સીટની પાછળના ભાગે આવેલ લાકડાની પેટીમાં મુકી દીધેલ હતા અને આ ટ્રક સુરત ગ્રામ્ય જીલ્લાના ઝંખવાવ ગામે નેત્રંગ થી માંડવી જવાના રોડ ઉપર વિશ્વાસ ગેરેજ ઉપર રીપેરીંગમાં મુકવામાં આવેલ હોય તેની સતત દેખરેખ રાખતો હતો. આમ પંચમહાલ પોલીસ દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરમાં થયેલ ચોરીનો ગુન્હો ડિટેકટ કરીને આરોપી વિદુરભાઈ વસાવા પાસેથી રૂપિયા ૭૮ લાખનો મુદ્દામાલ રીકવર કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

Share

Related posts

વડોદરાની આ બેઠક પર ઉમેદવારોને લઈને ભાજપ-કોંગ્રેસમાં અસમંજ, વડોદરા ચૂંટણી પહેલા ચર્ચામાં

Admin

ઝાલોદ A.S.P વિજયસિંહ ગુર્જરની પ્રમોશન સાથે બદલી – જાણો વધુ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામની સગર્ભા ચરપોટ અમિતાબેન માટે આયુષ્ય માન કાર્ડ યોજના બની આશીર્વાદરૂપ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial