Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૧૯ના રોજ આ વિયર યોજનાનું કરશે ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતની પ્રજાને હંમેશા પૂરતું પાણી મળે તેની ખાતરી આપી રહ્યાં છે. આ જ દિશામાં ગુજરાત સરકારનું વધુ એક મક્કમ પગલું એટલે રૂા. ૪૨૯.૭૬ કરોડના ખર્ચે સાવલી તાલુકાના પોઈચા ગામ પાસે મહી નદી પર આ વિશાળ વિયરનું થશે નિર્માણ !

મહી નદી પર આ અગાઉ બાંધવામાં આવેલાં અન્ય ડેમ અને વિયરની વાત કરીએ તો, અહીં કડાણા ડેમ, દોલતપુરા વિયર, વણાકબોરી વિયર અને સિંધરોટ વિયરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલના વણાકબોરી વિયર અને સિંધરોટ વિયરની વચ્ચે પોઈચા કનોડા વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિયરનું નિર્માણ થતાં સાવલી તાલુકાના ૩૪ ગામોને તેમજ ઉમરેઠ તાલુકાના ૧૫ ગામોને લાભ મળશે. સાવલી નગર તેમજ આજુબાજુના ૪૦ જેટલા ગામોની આશરે ૭૭૦૦૦ જેટલી વસ્તી માટે પીવાના અને સિંચાઈના પાણીની ઉપલબ્ધિ વધુ સુગમ બનશે. આ વિયરના ઉપરવાસમાં આશરે ૧૫ કિલોમિટર. સુધી પાણી ભરાઈ શકશે અને નદીની બન્ને બાજુ ૪ કી.મી. થી વધુ પહોળાઇમાં ભૂગર્ભ જળનું સિંચન થઈ શકશે.

એટલું જ નહિ, આવિયરથી ૪૯ જેટલાં ગામોના આશરે ૪૯૦થી પણ વધારે કુવાઓ રિચાર્જ થશે. એકંદરે આ વિયરના કારણેભૂગર્ભ જળનું સ્તર ઊંચુ આવશે અને તેની ગુણવત્તામાં પણ સુધાર થશે. જેનાથી આજુબાજુના વિસ્તારને પણ સીધી અને આડકતરી રીતે સિંચાઇનો લાભ મળશે. ખેડૂતોના હિતમાં સતત કામ કરતી ગુજરાત સરકારની આ યોજના થકી સાવલી અને તેની આસપાસના વિસ્તારમાં ખેતીમાં  પાણીની સુવિધા મળતા ખેડૂતોની આર્થિક પ્રગતિ થશે.

કૃષિની સાથે સાથે સાવલી એ ઔદ્યોગિક એકમોથી પણ ધમધમતું કેન્દ્ર છે. મહી નદી પર આ વિયર બનવાથી સાવલી અને તેની આસપાસના  ઉદ્યોગોને ઔદ્યોગિક વપરાશ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે જેના થકી ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.

આ ઉપરાંત, આ વિયર થકી ૯૦ લાખ ચોરસમીટરમાં રચાનારા જળસરોવરને પરિણામે મત્સ્યઉદ્યોગ તથા પશુપાલનનો પણ વિકાસ થશે અને વધુને વધુ લોકોને રોજગારી મળશે. ખેડૂતો, ઉદ્યોગકારો, પશુપાલકો, માછીમારો અને તમામ જનસામાન્ય માટે મહી નદી પર નિર્માણ પામનાર આ વિયર ખરેખર પ્રગતિનું પ્રમાણ બની રહેશે.

Share

Related posts

ઝાલોદ નગરમાં વિપ્ર ફાઉન્ડેશનના ગઠન અંગે ગઢી ( પ્રતાપપૂર ,રાજ. ) કાર્યકારિણી બેઠકમા ચર્ચા કરાઇ

gujaratjanekta

પંચમહાલ જિલ્લાના ધોરણ ૧ થી કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિધાર્થીઓને E KYC કરી લેવા અનુરોધ

gujaratjanekta

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્ર્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial