Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ઇન્ડિયન સોસાયટી દાહોદ જિલ્લા શાખા વર્ષ 2023 -24 ની વાર્ષિક સાધારણ સભા તારીખ 17/ 10 /2024 ગુરુવારના રોજ સવારે 10:00 કલાકે ડો હરિલાલ શેઠ રેડક્રોસ ભવનના “સુંદર શોભા” મેમોરિયલ હોલમાં રેડક્રોસ સોસાયટી જિલ્લા પ્રમુખશ્રી અને જિલ્લા સમાહર્તા શ્રી યોગેશ નિરઞુડે સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી .જેમાં ગુજરાત રાજ્ય શાખાના પ્રતિનિધિ તરીકે શ્રી ભરતભાઈ પરમાર, ચેરમેન અરવલ્લી જિલ્લા બ્રાન્ચ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી મહેમાનશ્રીઓ નો પરિચય અને શાબ્દિક સ્વાગત સંસ્થાના ચેરમેન શ્રી ગોપાલભાઈ ધાનકા દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનઓનું બુકે, સાલ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું .સાથે ભાવી આયોજનની પણ માહિતી આપી. એજન્ડા મુજબની કાર્યવાહી મંત્રી શ્રી જવાહરભાઈ શાહ દ્વારા કરવામાં આવી .વાર્ષિક ઓડિટેડ હિસાબ ખજાનચી શ્રી કમલેશભાઈ લીમ્બાચીયા દ્વારા મંજૂર કરવામાં આવ્યા .આ પ્રસંગે વર્ષ દરમિયાન સૌથી વધુ યુનિટ બ્લડ કલેક્શન કર્યું હોય તેવી સંસ્થાઓને પ્રમુખ અને કલેકટર શ્રી ના હસ્તે બુકે, સર્ટિફિકેટ, મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું આ ઉપરાંત આજીવન સભ્યોને આઈકાર્ડ અને પીન આપવામાં આવી. આભાર વિધિ કારોબારી સભ્ય અમીરભાઈ કાપડિયા દ્વારા કરવામાં આવી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સહમંત્રી સાબીર શેખ દ્વારા કરવામાં આવ્યું .આ પ્રસંગે વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ અને કારોબારી સભ્ય શ્રી નરેન્દ્રભાઈ પરમાર, શ્રી ગટેશભાઈ ક્ષૌત્રિય, શ્રી રાજેશભાઈ બચ્ચાની, શ્રી સુરેશભાઈ રામચંદાની ,શ્રી મુકુંદભાઈ કાબરાવાલા, તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, આજીવન સભ્યશ્રીઓ ,સ્ટાફ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Share

Related posts

ઝાલોદ તાલુકાના છાયણ પીએચસી ખાતે મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા 181 દર્દીઓની કરાઈ તપાસ

gujaratjanekta

ફતેપુરામા આધ્યશક્તિ મહિલા મંડળ દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવીમોટી સંખ્યામાં મહિલાઓ એ કાવડ યાત્રામાં ભાગ લઈ આખું વાતાવરણ ભક્તિમય કરી દીધું

gujaratjanekta

“માંડવી શહેર અને તાલુકા પ્રમુખ એ કાઠડાની સરકારે કાર્ગો માટે ફાળવેલી ગૌચર જમીન બાબતે સરકાર અને સત્તાધારી પક્ષ સામે વિવિધ આક્ષેપો કર્યા”

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial