Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ ઝાલોદ નગર ભાજપ પરિવારના લોકો દ્વારા ચંદ્રયાન-3 નું સફળ લેન્ડિંગ થતાં રાષ્ટ્રધ્વજ સાથે આતસબાજી કરી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી બાલ હનુમાનજી મંદિરે નગરના લોકો દ્વારા હનુમાનચાલીશાના પાઠ પણ કરવામાં આવ્યા હતા ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ સાથે ભારતે સફળ સિદ્ધિ હાંસલ કરી હતી. સફળ લેન્ડિંગ લાઇવ નિહાળવાનો અનેરો અવસર થકી ઇતિહાસના સાક્ષી સહુ ભારતવાસી બન્યા હતા. જેમ જેમ ચંદ્રયાન-3 ના લેન્ડીંગનો સમય નજીક આવતો હતો તેમ તેમ સમગ્ર ભારતવાસીઓના ધબકારા વધતા જતા હતા. ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગને સમગ્ર ઝાલોદ નગરના લોકોએ પણ લાઇવ નિહાળ્યું હતું. જેવું ચંદ્રયાન-3 લેન્ડ થયું તેમ સહુ નગરના લોકો ટીવીની સામે નાચી ઝૂમી ઉઠયા હતા. આ સફળતા થી દરેક ભારતીયની છાતી ગર્વ થી ફૂલી ગઈ હતી. ચંદ્રયાન-3 ની સફળતા માટે નગરના લોકો દ્વારા બાલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવેલ હતા. ચંદ્રયાન-3 સફળ લેન્ડિંગ થતાંની સાથે ભાજપ પરિવારના સહુ સભ્યોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળતો હતો. ભાજપ પારિવાના સહુ સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજને હાથમાં લહેરાવી વડબજારમાં ભવ્ય આતસબાજી સાથે ભારતમાતાકી જય સાથે વાતાવરણને ગજવી દીધેલ હતું. ઉપસ્થિત સહુ લોકો દ્વારા આ ભવ્ય સફળતાની ઉજવણી એક બીજાને મીઠાઈ ખવડાવી કરેલ હતી. તેમજ ભાજપ પરિવાર દ્વારા ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને દેશને ગર્વ અપાવવા બદલ અભિનંદન આપ્યા હતા. આ ખુશી નગરના દરેક સોશિયલ મીડિયાના ગ્રુપમાં ફરતી થઈ ગઈ હતી અને સમગ્ર નગરના લોકો સોશિયલ મીડિયા દ્વારા એક બીજાને તેમજ ભારતના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા જોવા મળતા હતા

પંકજ પંડિત

બાલ હનુમાનજી મંદિરે નગરના લોકો દ્વારા હનુમાનચાલીશાના પાઠ પણ કરવામાં આવ્યા હતા

ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ સાથે ભારતે સફળ સિદ્ધિ હાંસલ કરી હતી. સફળ લેન્ડિંગ લાઇવ નિહાળવાનો અનેરો અવસર થકી ઇતિહાસના સાક્ષી સહુ ભારતવાસી બન્યા હતા. જેમ જેમ ચંદ્રયાન-3 ના લેન્ડીંગનો સમય નજીક આવતો હતો તેમ તેમ સમગ્ર ભારતવાસીઓના ધબકારા વધતા જતા હતા.
ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગને સમગ્ર ઝાલોદ નગરના લોકોએ પણ લાઇવ નિહાળ્યું હતું. જેવું ચંદ્રયાન-3 લેન્ડ થયું તેમ સહુ નગરના લોકો ટીવીની સામે નાચી ઝૂમી ઉઠયા હતા. આ સફળતા થી દરેક ભારતીયની છાતી ગર્વ થી ફૂલી ગઈ હતી. ચંદ્રયાન-3 ની સફળતા માટે નગરના લોકો દ્વારા બાલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવેલ હતા.
ચંદ્રયાન-3 સફળ લેન્ડિંગ થતાંની સાથે ભાજપ પરિવારના સહુ સભ્યોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળતો હતો. ભાજપ પારિવાના સહુ સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજને હાથમાં લહેરાવી વડબજારમાં ભવ્ય આતસબાજી સાથે ભારતમાતાકી જય સાથે વાતાવરણને ગજવી દીધેલ હતું. ઉપસ્થિત સહુ લોકો દ્વારા આ ભવ્ય સફળતાની ઉજવણી એક બીજાને મીઠાઈ ખવડાવી કરેલ હતી. તેમજ ભાજપ પરિવાર દ્વારા ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને દેશને ગર્વ અપાવવા બદલ અભિનંદન આપ્યા હતા.
આ ખુશી નગરના દરેક સોશિયલ મીડિયાના ગ્રુપમાં ફરતી થઈ ગઈ હતી અને સમગ્ર નગરના લોકો સોશિયલ મીડિયા દ્વારા એક બીજાને તેમજ ભારતના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા જોવા મળતા હતા.

Share

Related posts

દાહોદ જિલ્લાનું બુથ સંમેલન ઝાલોદ નગરમાં ગોયલ પેલેસ ખાતે સી.આર.પાટીલની આગેવાની હેઠળ યોજાયું

gujaratjanekta

ઝાલોદ બસ સ્ટેશન પર સેવાભાવી વ્યક્તિને બાળક મળી આવતા પોલીસને સોપ્યુ

gujaratjanekta

ભ્રષ્ટ અધિકારીઓ વિરૂદ્ધ ગુજરાત સરકારનું ઓપરેશન તેજ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial