ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા દીપ પ્રગટાવી કાર્યક્રમનો ખુલ્લો મુક્યો
આજ રોજ તારીખ ૧૦/૧૦/૨૦૨૪ ના રોજ ફતેપુરા તાલુકા ના મુખ્ય મથક ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિકાસ સપ્તાહ અંતગર્ત આયુષ્માન ભવ: હેલ્થ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેને ફતેપુરા વિધાન સભા ના ધારાસભ્ય માનનીય શ્રી રમેશભાઈ ભૂરાભાઈ કટારા,તાલુકા પ્રમુખ ભરતભાઈ પારગી અધિશ્ક ડો રીતેશભાઈ રાઠવા દ્વારા દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો જેમાં એસએસજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ના દરેક રોગ ના નિષ્ણાત ડોક્ટરો જેમ આંખ સર્જન ,દાત,સ્ત્રી રોગ,બાળ રોગ,માનસિક રોગ,જનરલ સર્જન,ચામડીરોગ તેમજ ફિઝિશિયન જેવા સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા દર્દી ઓ ને સેવા આપવામાં આવી જેમાં કુલ ૧૮૫ દર્દી લાભ લીધો અને કેમ્પ ને સફળ બનાવવા માં આવ્યો

