Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા ટ્રાફિક નિયમ અનુસરવા બાબત* *મોટરવાહન જાહેર સ્થળે ઉપયોગ કરવા માટે હેલ્મેટ પહેરવુ અનિવાર્ય

દાહોદ : જિલ્લા રોડ સેફટી કમિટી દાહોદની અખબારી યાદી જણાવે છે કે, જિલ્લામાં હેલ્મેટ સિવાય દ્વિચક્રી મોટર વાહન ચલાવતા ૧૯ જેટલા ડ્રાઇવીંગ લાયસન્સ ધારકોને મોટર વાહન અધિનિયમ – ૧૯૮૮ અંતર્ગત નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ હતી. તમામ અરજદારોએ હેલ્મેટ પહેર્યા સિવાય દ્વિચક્રી મોટરવાહનનો જાહેર સ્થળે ઉપયોગ કરેલ હોઇ ૩ (ત્રણ) માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેંડ કરવામાં આવ્યા છે.

દાહોદ જિલાની તમામ મોટરિંગ પબ્લિકને જણાવવામાં આવે છે કે મોટરવાહન અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૨૯ મુજબ દ્વિચક્રી મોટરવાહન જાહેર સ્થળે ઉપયોગ કરવા માટે હેલ્મેટ પહેરવુ અનિવાર્ય છે. જિલ્લા રોડ સેફટી કમિટી, દાહોદ દ્વારા ડિસેમ્બર ૨૦૨૪ સુધી દાહોદ જિલ્લાને ” ઝીરો ફેટલ ઝોન ” બનાવવાનો નિર્ણય કરેલ છે.

દાહોદ જિલ્લામાં ગત માસે માર્ગ અસ્માતમાં ૭ લોકોના મૃત્યુ થયેલ છે. આથી આવનાર દિવસોમાં હેલ્મેટ પહેર્યા સિવાય મોટર વાહન ચલાવનાર, ઓવર સ્પીડીંગમાં મોટરવાહન ચલાવનાર, રોંગ સાઈડમાં મોટરવાહન ચલાવનાર વગેરે જેવા ગુન્હાઓ માટે ડ્રાઇવનુ આયોજન આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.થી તમામ જાહેર જનતાને ટ્રાફિકના તમામ નિયમોનુ ચુસ્તપણે પાલન કરવા અને દાહોદ જિલ્લાને ઝીરો ફેટલ ઝોન બનાવવામાં સહભાગી થવા સભ્ય સચિવશ્રી અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.

Share

Related posts

દાહોદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગો માટે ઓબ્ઝર્વરશ્રીઓની નિમણુંક કરાઇ

Admin

ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આંખોની તપાસનો કેમ્પ યોજાયો

gujaratjanekta

દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ મથકે ASP જગદીશ બાગરવા દ્વારા વાર્ષિક ઇન્સપેક્સન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial