Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમની પ્રેરક ઉપસ્થિતિમાં “ તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦ “ નો થયો પ્રારંભ

 

દાહોદ : દાહોદ જિલ્લા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત, એપેડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.નયન જોષી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ભગીરથ બામણીયાના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા ખાતે તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦ (TYFC 2.0) કેમ્પેઈનનું શુભારંભ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના વરદ હસ્તે ગારખાયા અર્બન હેલ્થ સેન્ટર-૧ ખાતેથી પ્રારમ્ભ કરવામા આવ્યો હતો.જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમએ લીલી ઝંડી આપીને ગારખાયા અર્બન હેલ્થ સેન્ટર-૧ દાહોદ મુકામેથી રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતુ. જે નિમિતે પ્રજાપતિ બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય સંસ્થા, ગાયત્રી પરિવાર, રાજ કૃપા નર્સિંગ સ્કૂલ સહિત આરોગ્ય વિભાગના તમામ અધિકારી/કર્મચારીઓએ રેલીમાં ભાગ લીધો હતો. આ રેલી દરમ્યાન સૂત્રોચાર, બેનર, હેન્ડ પેમ્પ્લેટ વગેરે દ્વારા જન જાગૃતિ માટેના પ્રયત્નો કરવામા આવ્યા હતા.

Share

Related posts

બીલવાણી સહિત ઝાલોદ તાલુકામાં 20 થી વધુ વીજ પોલ ધરાશાય

gujaratjanekta

સંકુલ કક્ષાનું ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન 2025 આયોજન કરવામાં આવ્યુ

gujaratjanekta

ખેડૂતો આનંદો: સરકારે જમીનનો સરવે રદ કર્યો, હવે જામનગર-દ્વારકાથી નવેસરથી થશે જમીન માપણી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial