Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જુનાગઢ કરુણાંતિકા : દાદાના હાથમાંથી બાળકીને લઈને દીપડાએ મોતને ઘાટ ઉતારી દીધી,નજર સામે જ ઘટના બનતા પરિવાર સ્તબ્ધ

જૂનાગઢમાં ફરી એક વાર દીપડાનો આતંક સામે આવ્યો છે અહીંના સોનરડી ગામે એક બાળકીને દાદાના હાથમાંથી ઉઠાવી જઈને મોતને ઘાટ ઉતારી દીધી હતી.દાદા બુમા બમ કરતા રહ્યા અને દીપડોએ બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.આ બનાવની જાણ કરતા આસપાસના ગામ લોકો પણ દોડી આવ્યા હતા.જોકે દીપડાના આંતકથી બાળકીને બચાવી શક્યા ન હતા.

આ બનાવ સોનરડી પ્લોટ વિસ્તારમાં બની હતી અને આ હુમલાને કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો હતો.અહીં દાદાને ધ્યાનની બહાર જ અચાનકજ દીપડો છલાંગ લગાવીને આવી દાદાના હાથમાંથી બાળકીને ઝૂંટવીને નાસી છૂટ્યો હતો.દાદાએ બુમા બમ કરી પરંતુ આ તો દીપડો હતો જેથી દાદાનું પણ કાંઈ ચાલ્યું ન હતું.
આ બાળકી દીપડાના હુમલાને કારણે મોતને ભેટી હતી અને તેના મૃતદહેને તાત્કાલિક ધોરણે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવને લઈને મળતી માહિતી પ્રમાણે,દાદા અને બાળકીને હાથમાં લઈને ચાલતા જતા હતા તે દરમિયાન અચાનકજ બાવળની કાંટમાંથી દીપડો આવી ચડ્યો હતો અને બાળકીને ઝૂંટવીને ભાગ્યો હતો.આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને બુમાબુમ કરી હતી જોકે આ હુમલાને કારણે બાળકીનું મોત થઇ ચૂક્યું હતું.
Share

Related posts

ગોધરા શહેર મુસ્લિમ સમુદાય દ્વારા આવનાર વિધાનસભા 2022ની ચૂંટણીને લઈ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ

gujaratjanekta

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતની આ સીટ પર ભાજપ સામે ભાજપ જેવી સ્થિતિ

gujaratjanekta

આજે લઘુમતી મુસ્લિમ વિસ્તારમાં કોંગ્રેસના માયનોરીટીના પ્રમુખ ઇમરાન પ્રતાપગઢી રાત્રિના સમયે જાહેર જંગી સભા સંબોધશે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial