Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં ગીતા મંદિરે થી ડોલ ગ્યારસ નિમિતે અગ્રવાલ સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

પંકજ પંડિત

ડોલ ગ્યારસ નિમિતે આજરોજ સાંજે 5 વાગે ગીતામંદિરે થી ભગવાન કૃષ્ણની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પૌરાણિક કથા મુજબ કૃષ્ણ ભગવાનના 18 દિવસ પછી જળવા પૂજન કરવામાં આવ્યું હતું તેથી આજના આ શુભ અવસરે અગ્રવાલ સમાજ દ્વારા દર વર્ષે ગીતા મંદિરે થી ભગવાન કૃષ્ણની શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર કાઢવામાં આવે છે. ગીતા મંદિરે આવેલ તમામ મહિલાઓએ કૃષ્ણ ભગવાનની નજર ઊતારી હતી અને ભગવાન કૃષ્ણના આશીર્વાદ લીધા હતા. શોભાયાત્રા નગરમાં ભક્તિભાવ ભર્યાં વાતાવરણ વચ્ચે નીકળી હતી. આ શોભાયાત્રા છેલ્લે રામસાગર તળાવે પહોંચતા ત્યાં આરતી પૂજા કરી પૂર્ણ કરવામાં આવી હતી. આજની આ શોભાયાત્રામાં મોટાં પ્રમાણમાં અગ્રવાલ સમાજની મહિલાઓ જોડાઈ હતી અને ભગવાન કૃષ્ણની જલવા પૂજનમા હાજર રહેવાનો ગર્વ અનુભવ્યો હતો. સાક્ષાત ભગવાન કૃષ્ણની શોભાયાત્રા આખાં રસ્તે ધાર્મિક ભજનની સાથે નગરમાં ફરી હતી.

Share

Related posts

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર : સાત તબક્કામાં મતદાનની સાથે 4 જુને પરિણામ થશે જાહેર

gujaratjanekta

જાતિના દાખલા માટે વિધાર્થનીઓ તેમજ વાલીઓ ઝાલોદ મામલતદાર કચેરી ખાતે ધરમ ધક્કા ખાવા મજબુર

gujaratjanekta

ઝાલોદ વેપારીની હેક્ટર ગાડીમાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial