Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

કોરોનાની દહેશત વચ્ચે વિદેશથી આવનાર લોકોનું થઈ રહ્યું છે સ્ક્રીનિંગ, અમદાવાદ એરપોર્ટ પર 33 હજાર પેસેન્જરોની અવર જવર

કોરોનાની દહેશત વચ્ચે વિદેશથી આવનાર લોકોનું સ્ક્રિનિંગ શરુ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં પેસેન્જરોનું ટ્રાફીક પણ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વધી ગયું છે. 33 હજાર જેટલા પેસેન્જરની રોજની આવન જાવન જોવા મળી રહી છે. એરપોર્ટ પર દરરોજ 247 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી રહી છે.

ત્યારે વિદેશથી આવનાર પેસેન્જરનું સ્ક્રિનિંગ પણ શરુ કરાયું છે. કેમ કે, વિશ્વમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરત સહીતના શહેરોમાં વિદેશથી આવનાર કોરોના સંક્રમિત હોવાનું રીપોર્ટમાં સામે આવ્યું છે. જેમાં બીએફ.7 વેરીયન્ટને લઈને પણ રીપોર્ટમાં તપાસ શરૂ કરાઈ છે.

ત્યારે એકલા અમદાવાદ એરપોર્ટ પર દરરોજ 33,000 મુસાફરોની અવર જવર જોવા મળી રહી છે. આ મુસાફરો વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવી રહ્યા છે. મુસાફરોની સંખ્યા ગયા ડિસેમ્બર કરતાં 36% વધારે છે ત્યારે કોરોનાના ભયની પણ ચિંતા છે.

તાજેરતમાં જ ફ્લાઈટોની સંખ્યા પણ વધારાઈ 

આગામી થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર છે અને એનઆરઆઈ સિઝન પણ ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ પરથી તેમના નવા રૂટ પર ફ્લાઈટ્સ શરૂ કરી છે અને અન્ય એરલાઈન્સે શિયાળાના સમયપત્રકમાં નવી ફ્લાઈટ્સ શરૂ કરી છે. મુસાફરોને વિવિધ રૂટની સુવિધા મળતા મુસાફરોની અવરજવર વધી રહી છે. હાલમાં તમામ ફ્લાઇટ્સમાં પેસેન્જર લોડ ફેક્ટર 80 ટકાથી વધુ છે.

NRI સિઝનમાં પેસેન્જર વધ્યા

વિશ્વમાં અત્યારની સ્થિતિ પ્રમાણે વાત કરવામાં આવે તો 5 લાખથી વધુ કોરોના કેસો રોજના સામે આવી રહ્યા છે. આ ઉપરાંત દીવસેને દિવસે મૃત્યુના આંકડાઓ પણ વિશ્વમાં સામે આવી રહ્યા છે. જો કે, ગુજરાતમાં હાલની સ્થિતિએ ચિંતા નથી પરંતુ વિદેશથી આવનાર કેટલાક પેસેન્જરોમાં ઓમિક્રોન જોવા મળી રહ્યો છે. કાલે અમદાવાદમાં આવેલા એક પેસેન્જરને ઓમિક્રોન આવ્યો હતો. ત્યારે વિશ્વભરમાંથી એનઆરઆઈ સિઝનમાં લોકો વતન આવી રહ્યા છે. વિદેશથી આવનારનું સ્ટ્રેસિંગ શરુ કરાયું છે જેમાં તમામના રીપોર્ટ કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવનાર લોકોની જો ગાઈડલાઈન કોરોનાની બીજી કે ત્રીજી લહેરની જોઈએ તો તેમને ફરજીયાત આઈસોલેટ રહેવું પડતું હતું. જેથી આ નિયમો પણ આગામી સમયમાં કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે જો નક્કી થાય છે તો ફોલો કરવા પડી શકે છે.

Share

Related posts

તાલાલામાં સરકારી હોસ્પીટલ તો છે પરંતુ તબિબની ભારે ઉણપ .

gujaratjanekta

પંચમહાલમાં ચૂંટણી પંચની તડામારા તૈયારીઓ, 377 ઈવીએમ અને 412 વીવીપેટ ફાળવાયા

Admin

કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ સાહિત્યકૃતિ માટે ઍવોર્ડ અપાશે – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial