Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં રામદેવપીર જયંતિ નિમિતે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી

પંકજ પંડિત

રામદેવપીરનો જન્મ આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતાં. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે.રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ (કૃષ્ણ)ના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.
ઝાલોદ નગરના મુવાડા રામદેવપીરના મંદિરે આજરોજ ભક્તો મોટા પ્રમાણમાં દર્શનાર્થે ઉમટયા હતા તેમજ તેમના ભક્તો દ્વારા મંદિરે થી નગરમાં શોભાયાત્રા ડી.જે ના તાલે અબીલ ગુલાલની છોળો ઉડાવતા કાઢવામાં આવી હતી. આ ધાર્મિક યાત્રામાં મોટાં પ્રમાણમાં ભક્તો જોડાયા હતા તેમજ ડી.જે ના તાલે વાગતા ભજનો પર નાચતા ઝૂમતા જોવા મળ્યા હતા. નગરમાં શોભાયાત્રા બાદ રામદેવપીર મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદની સુંદર આયોજન પણ કરવામાં આવેલ હતું.

Share

Related posts

અમદાવાદ મેટ્રો પર TAS લખવાનું પડ્યું ભારે, ઇટલીના ચાર યુવકોની અટકાયત

Admin

આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલનું ગૌરવ…

gujaratjanekta

પંચમહાલ જીલ્લા ખાતે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદની તડામાર તૈયારીઓ શરુ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial