Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હિંગલા ગામે વરસાદથી અસરગ્રસ્ત પરિવારને ધારાસભ્યના હસ્તે ચાર લાખનો ચેક અર્પણ કરાયો.

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ભારે વરસાદથી મકાન ધરાસહી થતા નીંદર માણી રહેલ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું
રાજ્ય સરકાર દ્વારા તાલુકા પંચાયતના સર્વે બાદ ચાર લાખની સહાય મંજૂર કરાઈ હતી
ફતેપુરા તાલુકાના હિંગલા ગામે ભારે વરસાદના કારણે રાત્રિના સમયે એક મકાન ધારાસયી થયું હતું.જેમાં મકાનની અંદર નીંદર માણી રહેલ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.જેમાં ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયતને જાણ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા ચાર લાખની સહાય મંજૂર કરાઈ હતી.જેનો ચેક ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે અસરગ્રસ્ત પરિવારને અર્પણ કરાયો હતો.
ગત અઠવાડિયે ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં ભારે વરસાદ થયો હતો.જેમાં ફતેપુરા તાલુકાના હિંગલા ગામે રાત્રિના સમયે ભારે વરસાદ અને પવનના કારણે એક કાચું મકાન ધારાસયી થયું હતું. જેમાં નીંદર માણી રહેલ એક મહિલાનો આબાદ બચાવ થયો હતો.જ્યારે તેમના પતિ મનસુખભાઈ વાલજીભાઈ ભાભોરનું કાટમાળ નીચે દબાઈ જતા મોત નીપજ્યું હતું.જે બાબતની જાણ ગ્રામ પંચાયત હિંગલાને થતા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી.અને સર્વે કરીને જિલ્લા કક્ષાએ અને રાજ્યકક્ષાએ સહાય મંજૂર કરવા માટે દરખાસ્ત કરાઈ હતી.જેમાં રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને ચાર લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી.બુધવારના રોજ ધારાસભ્ય રમેશભાઈ કટાર,તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ સરપંચ ચેતનભાઇ કટારા દ્વારા અસરગ્રસ્ત પરિવારને ચાર લાખનો ચેક અર્પણ કરાયો હતો.તેમજ આ પરીવારને પ્રધાનમંત્રી આવાસ વહેલી તકે મંજૂર કરવા માટે ધારાસભ્ય રમેશભાઈ કટારાએ વહીવટી તંત્રને સુચના આપી હતી.

Share

Related posts

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા સંચાલિત મહીસાગર જિલ્લા પ્રજાપતિ સંઘ દ્રારા આયોજિત મહિલા સંમેલન કાર્યક્રમ લુણાવાડા ખાતે યોજાયો

gujaratjanekta

વાપીમાં હેરંબા ઇન્ડસ્ટ્રીઝે મેળવેલી સિદ્ધિઓ અને સમાજ ઉપયોગી કાર્યની ખુશીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

Admin

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલખેડી ગામેથી એક જીવીત હાલતમાં નવજાત બાળક મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી જનેતાની શોધખોળ હાથ ધરી છે.

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial