Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આદિવાસી સમાજનો યુવાન સાયકલ પર ઉત્તરાખંડની યાત્રા કરી પરત ફર્યો

પંકજ પંડિત

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામા ભોજેલા ગામનો યુવાન ચિરાગ વળવાઈ 1 જુલાઈ 2024 ના રોજ સાયકલ પર ઉત્તરાખંડની ચારધામની યાત્રા એ નીકળ્યો હતો. ઉત્તરાખંડના ચારધામ એટલે બદ્રીનાથ , કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી જે યાત્રાની દ્રષ્ટિએ થોડા કઠિન છે. ચિરાગ વળવાઈ ને સાયકલ યાત્રા દરમ્યાન કુદરતી રીતે ઘણી તકલીફ પડી હતી તેમજ ત્યાં વાદળ ફાટી જવાની ઘટનામાં તેઓ ત્યાં ફસાઈ પણ ગયા હતા છતાંય મનમાં અડગ ભાવના અને શ્રદ્ધા થકી ચારેધામની યાત્રા પૂરી કરી હતી આ યાત્રા પછી અંદાજીત 65 દિવસ પછી આ યુવક તારીખ 6-09-2024 ના રોજ પોતાના વતન પર પહોંચવાના છે. અંદાજીત 2500 કિલોમીટરની સાયકલ યાત્રા આ યુવક દ્વારા કરવામાં આવી છે. આજરોજ તારીખ 05-09-2024 ના રોજ સાંજના 5 વાગે આ યુવક ઝાલોદ મુકામે પહોંચ્યો હતો ત્યારે આ યુવાનનું સ્વાગત નગરના હિન્દુ સંગઠનના યુવાનો દ્વારા સરદાર પટેલ ચોક ખાતે કરવામાં આવ્યું હતું. આ યુવકના ચહેરા પર ઉત્તરાખંડની ચારધામની યાત્રા પૂરી કરવાનો અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળતો હતો.

Share

Related posts

સાવધાન- ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી : દક્ષિણ ભારતની મુસાફરી કરી હતી

gujaratjanekta

અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ટ્રેલરે રોડની સાઈડમાં ઉભેલા બે વાહનોને અડફેટે લેતાં એકનું મોત

Admin

ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial