Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાની આંગણવાડીઓમા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી

પંકજ પંડિત

આજરોજ આઈ.સી. એસ. ઝાલોદ ખાતે સંકલિત બાળવિકાસ યોજના અધિકારીના માર્ગદર્શનથી ઝાલોદ તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યકર અને બાળકો દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી.જેમાં આંગણવાડીના નાના નાના બાળકો દ્વારા રાધા કૃષ્ણની વેશભૂષા કરવામાં આવી અને મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં બાળકોને જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલ માં જન્મ થયો હતો આ તહેવારની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ તહેવારની ઉજવણીમાં માતા વાલીઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવી અને બાળકોમાં શ્રી કૃષ્ણ જનમોત્સવને લઈને અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. “નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી”. નાદ સાથે હર્ષઉલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી .

Share

Related posts

ઝાલોદ લાયન્સ કલબના 51માં પ્રમુખ બનતા વિષ્ણુભાઈ અગ્રવાલ

gujaratjanekta

દિવાળીનું બોનસ ઓછું આપ્યું તો કર્મચારીઓએ ખોલી નાખ્યા ટોલના ગેટ : 30 લાખનું નુકસાન- જાણો વધુ

gujaratjanekta

વડોદરા શહેરના ૩૦ સ્થળોએ પાણીમાં ન્હાવા તથા ભીડ થવા પર પ્રતિબંધ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial