Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગોધરાની ઘનશ્યામ બાળકોની હોસ્પિટલના રીસેપ્સશનીસ્ટે કરી ચાલાકી : સ્કેન સ્ટીકર ચોટાડી લાખો રૂપિયા કર્યા ચાઉં – જાણો વધુ

ગોધરા શહેરના પાર્વતી નગર ખાતે આવેલ હોસ્પિટલમાં રીસેપ્સશનીસ્ટ તરીકે નોકરી કરતી યુવતીએ ડોક્ટરની જાણ બહાર સારવાર અર્થે આવતા પેશન્ટો પાસેથી લેવાની થતી તપાસ ફ્રી અને સારવાર ફીના નાણા કેસ તથા ઓનલાઈન લેતી હતી. આથી ડોક્ટરે પણ રીશેપ્સશનીસ્ટ તરીકે નોકરી કરતી યુવતી કર્મચારી હોવાના નાતે તેના ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખ્યો હતો. પરંતુ યુવતીએ સમયાંતરે પેશન્ટો પાસેથી નાણાં રોકડમાં મેળવી લઈ અને ડોક્ટરના હિસાબ આપતી વખતે ઓનલાઇન પે કરેલ છે તેમ જણાવી અને અમુક પેશન્ટના સારવારના નાણા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઈ 8,96,600 પોતાના અંગત કામે વાપરી નાખ્યા હતા. જ્યારે તે પૈકીના 90,000 યુવતીના માતા-પિતાએ ડોક્ટરને ચૂકવી બાકીના 8,09,600ની કાયમી ઉચાપત કરી છે. આથી ડોક્ટરે રીશેપ્સશનીસ્ટ તરીકે નોકરી કરતી યુવતીના વિરુદ્ધમાં ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, પોલીસ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેરના પાર્વતી નગર ખાતે રહેતા ડોક્ટર નિરવ પ્રવિણભાઇ હમીરાણીએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓના હોસ્પિટલમાં પેશન્ટોના તપાસ ફ્રી અને સારવાર ફી રોકડ અને ઓનલાઈન લેવામાં આવે છે. ત્યારે હોસ્પિટલમાં રીસેપ્સશનીસ્ટ તરીકે નોકરી કરતી કીંજલ રાજુભાઈ બારીઆ રહે.રાવત ફળીયું છબનપુરની છેલ્લા એકાદ વર્ષથી તેઓના હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને તેના ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખી હોસ્પિટલનો હિસાબ કિતાબ તેને સોપ્યો હતો. આથી કિંજલબેન પેશન્ટ પાસેથી ફીના મેળવેલ પૈસા રોકડ લઈને સાંજે હિસાબ આપતી વખતે રોકડ નાણા એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા છે તેમ જણાવતી હતી. જેથી હું તેની ઉપર વિશ્વાસ કરી મારૂ એકાઉન્ટ તપાસતો ન હતો.

પરંતુ છેલ્લા એકાદ મહીનામાં મારા હોસ્પિટલ ઉપર આવેલ પેશન્ટ તથા તેઓની પાસેથી વસુલ કરેલ નાણામાં વિસંગતતા જોવા મળી હતી. જેથી મેં મારા તમામ બેન્ક એકાઉન્ટોની તપાસ કરી હતી. જેમાં નાણા સબંધી રકમની તપાસ કરતા કિંજલબેન મને ઓનલાઇન પેમેન્ટની હકીકત જણાવેલ જેમાં ટ્રાન્જેકશનોમાંથી અમુક નાણા અમારા એકાઉન્ટમાં

નહી આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી મેં

કીંજલબેનનું બેન્ક સ્ટેટમેન્ટ મંગાવ્યું જેમાં કીંજલબેનએ

તા. 01/01/2024 થી તા. 15/8/2024 દરમ્યાનમાં

આશરે રૂ. 8,96,600/- પોતાના અંગતકામે સમયાન્તરે

વાપરી નાખેલ હોવાનું જણાવ્યું હતું.

જે પછી તા. 16/8/2024ના રોજ કિંજલબેનના માતા-પિતા તથા છબનપુર ગામના મનહર લાભુભાઇ ગઢવી સાંજના સમયે મારા હોસ્પિટલ ઉપર આવ્યા હતા. કિંજલના માતા-પિતાએ કિંજલથી થયેલ ભુલને સ્વીકારેલ અને વાપરેલ નાણા દિન- 10માં આપી દેવાની પુરી ખાત્રી આપી હતી. જેમાંથી 90,000 રોકડા આપ્યા હતા બાકીના પછી આપવાનું કહ્યું હતું. દસ દિવસનો સમયગાળો પૂર્ણ થતા પૈસાની બાબતે કિંજલના માતા-પિતાને બાકીના પૈસા બાબતે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મેં કોઇ પૈસા લીધા નથી કે આપવાના પણ નથી, જો ડોકટર અમારી પાસે હવેથી પૈસાની માંગણી કરશો તો અમે અમારી છોકરીની છેડતી, બળાત્કારની ફરીયાદ કરીશું અને જો અમારી ઉપર પૈસાનું વધારે દબાણ કરવામાં આવશે તો અમે અથવા અમારી છોકરી ડોકટરનું નામ લખી આત્મહત્યા કરી લઈશું અને કેસમાં ફસાવી દઇશું તેવું જણાવે છે. આથી ડોક્ટર નિરવ પ્રવિણભાઇ હમીરાણીએ રીશેપ્સશનીસ્ટ તરીકે નોકરી કરતી કિંજલ બારીયા વિરુદ્ધ ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ઘાવડીયા ખાતે થી 3,39,690 રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરાઈ

gujaratjanekta

પાટણના વેપારીના ગળે છરી ભરાવી રૂ. 4.6 લાખની લૂંટ, એક ઓળખાયો

gujaratjanekta

શિવરાજ સરકાર સામે કોંગ્રેસ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ, શિયાળુ સત્રમાં હંગામો થશે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial