Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગુજરાતમાં 23 આઈએએસની બદલી, જાણો અમદાવાદના કલેક્ટર-એએમસીના કમિશનર તરીકે કોની નિયુક્તી

 સંકેત પંડ્યા – એડિટર

ચૂંટણી પહેલા મોટા પાયે બલદીઓનો દોર જોવા મળી રહ્યો છે ત્યારે હવે આઈપીએસ બાદ આઈએએસની બદલીઓ પણ કરવામાં આવી છે. ચૂંટણી પહેલા 23 જેટલા આઈએએસની બદલીઓ કરવામાં આવી છે.

તાજેતરમાં જ એએમસીના કમિશનરની બદલી થઈ છે ત્યારે હવે આ પદ પર એમ. થેન્નારસનની કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે જયારે અમદાવાદના કલેક્ટર તરીકે ધવલ પટેલની નિયુક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં આ બે મોટા પદ પર નિયુક્તિ નવા અધિકારીઓની કરવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં અન્ય બદલીઓ પણ કરવામાં આવી છે. 

આ સિવાય અન્ય અધિકારીઓની વાત કરવામાં આવે તો રાહુલ ગુપ્તાને જીઆઈડીસીના વાઈસ ચેરમેન અને એેમડી ડીરેક્ટરનો વધારાનો ચાર્જ અપાયો છે. ડીએસ ગઢવી આણંદના કલેક્ટર તરીકે નિમાયા છે. જીટી પંડ્યાની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. પ્રવીણા ડી.કે.ની ગાંઘીનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય મોટા અધિકારીઓની પણ બદલીઓ કરવામાં આવી છે. 

જેમાં જીટી પંડ્યાની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે તો વ્યારા કલેક્ટર તરીકે બીઆર દવેની નિમણૂક કરાઈ છે આ ઉપરાંત બી.કે. પંડ્યાની મહીસાગર-લુણાવાડાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Share

Related posts

ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ યોજા

gujaratjanekta

ઝાલોદ પોલિસ સ્ટેશનમા સોના ચાંદીના વ્યાપારીઓ દિવાળીના તહેવારોમા તકેદારી અને સાવધાની રાખે તે અંતર્ગત મીટિંગ યોજાઈ

gujaratjanekta

ઝાલોદ કન્યા શાળાના નવીન બાંધકામમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી : બાલવાટિકા જતા બાળકોનુ જીવ જોખમમાં

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial