Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજપુતાના કંપની ની સામે ખુલ્લી જગ્યા માંથી ચોરી ના મુદ્દામાલ સાથે ૬ ઈસમોને પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી પોલીસ

રિપોર્ટર:-મેહફુઝ હસન :- ગોધરા

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પંચમહાલ ગોધરા નાઓએ જિલ્લા મિલ્કત વિરૂધ્ધ ના ગુનાઓ બનતા અટકાવવા તથા વંશોધાયેલા ગુના શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ખાંટ એસ.ઓ.જી શાખા નાઓને બાતમી મળેલ કે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારના મધવાસ ગામે રાજપુતાના કંપની સામે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો લોખંડની પાટો ગેસ કટર થી કટીંગ કરી સગેવગે કરવાની પેરવીમાં છે.જે બાતમી હકીકત આધારે એસ.ઓ.જી શાખાના પોલીસ સ્ટાફ ના માણસો દ્વારા વોચ ગોઠવી ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરી લોખંડની પાટો આશરે 20 ટન વજન કી.રૂ.૭,૦૦,૦૦૦/- ની ગેસ કટર થી કાપી હાઇડ્રોક્રેન દ્વારા આઇસર ટેમ્પા માં ભરતા, લોખંડની પાટો તથા વાહનો કુલ નંગ-૬ ગેસના બોટલ નંગ-૨, ઓક્સિજન બોટલ નંગ-૧ તથા મોબાઈલ ફોન નંગ -૭ મળી કુલ મુદ્દામાલ કી.રૂ.૫૧,૭૦,૦૦૦/- ની સાથે ૬ ઈસમો ને પકડી આગળ ની કાર્યવાહી કરવા કાલોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
આમ એસ.ઓ.જી શાખા ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ખાંટ ની કામગીરી થી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે

Share

Related posts

ગ્રામીણ ક્ષેત્રે વિકાસને લઈ ગોઠીબ મુકામે એકલ ગ્રામોથાનનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

gujaratjanekta

દાહોદના હાર્દ તેમજ ઓળખ સમા ઐતિહાસિક છાબ તળાવ ખાતે ૧૦ મા આંતર રાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ

gujaratjanekta

SSG હોસ્પિટલમાં OPD – વિભાગ પાસેથી મૃત બાળક મળી આવતા તંત્ર દોડતુ થયુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial