Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News Other ટોપ ન્યૂઝ

વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં જાંબુઘોડા ખાતે જિલ્લાકક્ષાના ૭૫મા વન મહોત્સવની ઉજવણી કરાઇ

વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં સાયન્સ કોલેજ, નારુકોટ તા. જબુઘોડા ખાતે જિલ્લાકક્ષાના ૭૫મા વન મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપાધ્યક્ષશ્રીએ ઉપસ્થિત સૌ નાગરિકોને વન મહોત્સવની શુભેચ્છાઓ પાઠવતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘એક પેડ માં કે નામ’ અનોખી પહેલનો પ્રારંભ કરાવી પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવા અનુરોધ કર્યો હતો.

આ તકે તેમણે જણાવ્યું હતું કે, આવનારી પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પુરું પાડવા માટે પર્યાવરણનું સંતુલન જાળવવું આપણા સૌની ફરજ છે. વૃક્ષો મનુષ્ય જાત અને સમગ્ર ઇકો સિસ્ટમને જીવંત રાખવાનું કામ કરે છે, જે આપણને જીવાડે છે, એવાં ઝાડવાંને આપણે જીવાડવાં પડશે. વન વિભાગ આપણા વતી વનોનું રક્ષણ કરે છે, આપણા હિત અને ભલા માટે કામ કરતા વન વિભાગને સહયોગ આપવો જોઈએ. જે વૃક્ષ વાવે છે એ ક્યારેય વૃક્ષ ને કાપતો નથી.

આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોના હસ્તે સામાજીક વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. રોપા ઉછેર અને રોપા વિતરણની શ્રેષ્ઠ કામગીરી કરનાર નર્સરીના સંચાલકોને વિવિધ લાભ સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર, નાયબ વન સંરક્ષક ગાંધીનગર ડૉ. શકીરા બેગમ, ગોધરા નાયબ વન સંરક્ષકશ્રી એમ.એલ.મીના, ડૉ.એમ.ડી.જાની સહિત વિવિધ મહાનુભાવો વન વિભાગના કર્મચારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Share

Related posts

દાહોદ જિલ્લાને રૂ. ૩૧૪ કરોડના વિકાસકાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

gujaratjanekta

વડોદરા- રહી રહીને પોલીસની કાર્યવાહી, ચાઈનીઝ દોરી વેચનાર સામે કાર્યવાહી, ગઈકાલે પતંગ દોરીથી એકનો ગયો છે જીવ

Admin

ફતેપુરા માં પ્રજાપતિ સમાજ દ્વારા દશામાની શોભાયાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial