Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

પંચમહાલ ડેરીના ડિરેક્ટરશ્રી હસમુખભાઈ પટેલના પિતાશ્રીના બેસણામાં દાનનો ધોધ : દેગમડા ખાતે નિર્માણ પામનાર આધુનીક મુક્તિધામ ના નિર્માણનું કાર્ય પુરજોશમાં

જીગ્નેશ જોષી – પત્રકાર

આજ રોજ ખૂટેલાવ ગામે સ્વ.કાળીદાસ હરિદાસ પટેલનું 84 વર્ષની જૈફ વયે કુદરતી અવસાન થતાં તેમના બેસણામાં તેમને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો સહિત, શ્રી મહીસાગર માતા મુક્તિધમ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, પાટીદાર સમાજ મહીસાગર જિલ્લાના પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાત ના ઉપપ્રમુખ શ્રી શૈલેશકુમાર ઠાકર, પાટીદાર સમાજના અગ્રણી અને મુક્તિધામના ટ્રસ્ટી શ્રી વી.એલ.પટેલ,સમાજના મંત્રી શ્રી ભુલાભાઈ પટેલ – બામરોડા, મુક્તિધામના ટ્રસ્ટી અને એપીએમસી ખાનપુરના ડિરેક્ટર શ્રી મોતીભાઈ પટેલ – નરોડા, એપીએમસી ખાનપુરના ચેરમેન શ્રી ભુલાભાઈ પટેલ મેઘરજના માજી ધારાસભ્ય શ્રી જશુભાઈ પટેલ,ખાનપુર ભાજપના પ્રમુખ શ્રી ડાહ્યાભાઈ પટેલ, શ્રી સોમાભાઈ મથુરભાઈ પટેલ – ડેભારી, શ્રી દીપકભાઈ મુળજીભાઈ પટેલ – સરદાર પુરા ,શ્રી સોમાભાઈ લાલાભાઈ પટેલ – વાંકા , શ્રી ધુળાભાઈ મોરારભાઈ પટેલ – વિરાનામુવાડા, શ્રી પરસોત્તમદાસ પટેલ – ભાણપુર , શ્રી ખાતુભાઈ દાજીભાઈ પટેલ – કુંભરવાડી, વગેરે અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજ પણ હાજર રહ્યો હતો દરમ્યાન આજ રોજ ખૂટેલાવ ગામના દાતાઓ તરફથી એક લાખથી સવાલાખ જેટલી માતબર રકમનું દાન મળેલ હતું. જે દાતા શ્રીઓની યાદી નીચે પ્રમાણે છે.

◆ શ્રી જીવાભાઈ ગલાભાઈ દાજીભાઈ પટેલ (ખૂટેલાવ) રૂ.૫૧,૦૦૦/-

◆શ્રી ગીરીશકુમાર જીવાભાઈ પટેલ (ડાભિયાના મુવાડા) રૂ.૨૫,૦૦૦/-

◆શ્રી જયંતીભાઈ ભુલાભાઈ પટેલ (ડાભિયાના મુવાડા) રૂ.૨૫,૦૦૦/-

◆જયંતીભાઈ સોમાભાઈ પટેલ (ખૂટેલાવ) રૂ.૨૫,૦૦૦/-
તે ઉપરાંત
◆ ડેભારી ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા સામાજિક આગેવાન શ્રી જયેશભાઇ જોષી તરફથી મુક્તિધામ ખાતે આકાર લઈ રહેલ ૨૦ ફૂટની શિવજીની મૂર્તિ માટે રૂ.૧૫,૦૦,૦૦૦/- (રૂપિયા પંદર લાખ પુરા) જેટલી માતબર રકમનું દાન જાહેર કરેલ છે.
આ સિવાય
◆ સ્થાનિક સાંસદ શ્રી દ્વારા પણ તેમની ગ્રાન્ટમાંથી પ્રોટેક્ષન વોલ માટે રૂ.૧૦,૦૦,૦૦૦/- (દસ લાખ પુરા) જેટલી માતબર રકમની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાના દેગમડા ખાતે નિર્માણ પામનાર આધુનિક મુક્તિધામનું મોટાભાગનું બાંધકામ કુદરતી પથ્થરો ના ચણતર થી થનાર હોઈ ઉનાળાની કાળઝાળ ગરમી – ચોમાસાની સિઝન અને લાઈટ કનેક્ષન જેવી અડચણોના કારણે બાંધકામમાં વિલંબ થયો હતો,પરંતુ હવે આધુનિક મુક્તિધામનું નિર્માણ કાર્ય તીવ્ર ગતિથી ચાલી રહ્યું છે. ત્યારે આગામી બે થી ત્રણ માસમાં આધુનિક નિર્માણ પામનાર મુક્તિધામ સંપૂર્ણ પણે આકાર પામશે. ત્યારે મુક્તિધામ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ ખાનપુર તાલુકાના તમામ સમાજના દાતાઓને ખોબલે – ખોબલે દાન આપી આ સત્કાર્ય માં સહભાગી થવા આહવાન કરે છે. અને જે દાતાઓ દાન લખાવી ચુક્યા છે તે સર્વે દાતાઓને લખાવેલ દાન શક્ય તેટલું જલદી વડાગામ ખાતે આવેલ શ્રી મોતીભાઈ પટેલની દુકાન પર પહોંચાડવા વિનંતી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખૂટેલાવ ખાતેના શ્રદ્ધાંજલી કાર્યક્રમ બાદ મુક્તિધામ ટ્રસ્ટના હાજર રહેલા ટ્રસ્ટીઓની અનૌપચારિક મીટીંગ પણ યોજવામાં આવી હતી જેમાં ઉપરોક્ત વિગતો ઉપરાંત નજીક – નજીકના ત્રણ – ચાર ગામોની ટિમો બનાવી મુક્તિધામનું બાંધકામ પૂર્ણ થાય ત્યાં સુધી અઠવાડિયાના સાતે સાત વારે સદર ટિમ આકાર લઇ રહેલા મુક્તિધામના સ્થળ પર દેખરેખ રાખવા માટે હાજર રહે તે માટેની જવાબદારીઓ સોંપવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.

◆ટીમની યાદી◆

સરદારપુરા – ડેભારી, – ભાણપુર, – બેડવલ્લી, – નરોડા, – વિરાનામુવાડા, – ડાભિયાના મુવાડા, – બામરોડા, – ખૂટેલાવ, – પાદેડી, – વાંકા, – છાપરી, – મૈયાપુર, – ભેડિયા, – વિરાણીયા, – કુંભરવાડી, – લીમડિયા,

વધુમાં આગામી દિવસોમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓની એક ટિમ અમદાવાદ કે સુરત જેવા શહેરોમાં કે જયાં ખાનપુર તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે તેમની પાસે તેમના શહેરમાં જઇ દેગમડા ખાતે આધુનિક નિર્માણ પામનાર મુક્તિધામ માટે દાનની ટહેલ નાખવા ધુઆધાર મીટીંગો યોજાનાર છે.
તે સિવાય ત્રણ જિલ્લાની બે મોટી સહકારી સંસ્થા ઓ – પંચામૃત ડેરી અને પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેન્ક માંથી ધર્માદા ફંડમાંથી દાન મેળવવા માટે ટ્રસ્ટના આગેવાનો આ બે મોટી સંસ્થાના ચેરમેન – વિધાનસભાના ના ઉપાઅધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડને પણ મળી માતબર રકમનું દાન મેળવવા માટે પહેલ નાખનાર હોવાનું જાણવા મળેલ છે.

Share

Related posts

વડાપ્રાધન મોદીનો આજથી ફરી ગુજરાત પ્રવાસ સુરત સહિત આજે 3 સભાને સંબોધશે

gujaratjanekta

ડૉ.બાબાસાહેબ આંબેડકરના બંધારણ દિવસથી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી

gujaratjanekta

આજે PM અંબાજીમાં 7200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial