Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ગુરૂ ગોવિંદધામ કંબોઈ ખાતે તાલુકા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધારાસભ્ય મહેશ ભૂરીયાના અધ્યક્ષ સ્થાને કરાઈ

પંકજ પંડિત

કંબોઇધામ ખાતે આદિવાસી સંસ્કૃતિની ઓળખ તીર કામઠા આપી સ્વાગત કરાયું ઝાલોદ તાલુકા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણી કંબોઈધામ ખાતે ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી હતી. આજના આ શુભ દિવસે ઉપસ્થિત સહુ લોકો આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયા હતા. ઉપસ્થિત સહુ મહેમાનો તેમજ આદિવાસી સમાજના લોકોએ આદિવાસી પહેરવેશમા જોવા મળ્યા હતા. આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે દિપ પ્રાગટય કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ સુંદર પ્રોગ્રામ જોવાનો લ્હાવો ઉપસ્થિત સહુ લોકોને મળ્યો હતો. આજના આ શુભ દિવસે આદિવાસી સમાજમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓ, કર્મચારીઓ અને શ્રેષ્ઠ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામા આવ્યા હતા અને લાભાર્થીને લાભપત્ર પણ વિતરણ કરવામાં આવ્યા હતા.

આજના પ્રોગ્રામને અનુરૂપ આદિવાસી સમાજની સંસ્કૃતિના પોષાક ડ્રેસ પહેરીને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી તેમજ આદિવાસી સમાજ દ્વારા અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયા,ઝાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ઝાલોદ વિકાસ અધિકારી કે એચ ગઢવી, ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ,જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ, ઝાલોદ શહેર પ્રમુખ ઝાલોદ તાલુકાના ભાજપનાં પ્રમુખ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્યો, સરપંચઓ, કર્મચારીઓ અને નાગરિકો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ નગરના મુખ્ય માર્ગો પર ખાડા, મોટી ગટરો પર ઢાંકણ વગરની , ભૂગર્ભ ગટરો પર ઢાંકણના રોડ સાથે કોઈ બેલેન્સ નહીં નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં

gujaratjanekta

ગોધરા ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગોધરા શહેર એકમ અને પંચમહાલ જિલ્લાની સંયુક્ત કારોબારી બેઠક ભવ્ય રીતે સંપન્ન: પ્રદેશ પ્રમુખ શૈલેષભાઈ ઠાકર અને અશોકભાઈ પંડ્યાનું પ્રેરણાદાયી માર્ગદર્શન

gujaratjanekta

વડોદરા શહેરમાં ઘર ખરીદવુ બન્યુ હવે સહેલુ – ઝિલિયન ગ્રુપના બિલ્ડર આપે છે આકર્ષક ઓફર – જુઓ VIDEO

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial