Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સિમલીયા તલ મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડાઓનુ ઝડપી બાંધકામ કરવા ગ્રામજનોની માંગ

ઓરડાના બાંધકામમા વિલંબ થતા બાળકોના અભ્યાસ ઉપર માઠી અસરઝાલોદ તાલુકાના સિમલિયા મુખ્ય પ્રાથમિક શાળા આવેલ છે,જયા જર્જરિત હાલતમા આવેલ ઓરડાઓને તોડી પાડી આધુનિક રીતે નવીન બાંધકામ અર્થે તોડી પડાયા બાદ પણ છેલ્લા ઘણા વર્ષો ઉપરાંતથી જમીનદોસ્ત હાલતમા હોવાથી બાળકોના અભ્યાસ પર,માઠી અસર પડી શકે છે,છતા પણ બાંધકામમા વિલંબ થતા અભ્યાસ અર્થે આવતા બાળકોને બે પાળી કરી અભ્યાસ કરાવવા શિક્ષકો મજબુર ત્યારે આવી સ્થિતીમા બાળકના શિક્ષણ અભ્યાસ પર માઠી અસર પણ પડી શકે..?પ્રા.શાળામાં ભણતા બાળકો માટે નવા અભ્યાસ રુમો માટે જુના જર્જરિત ઓરડા તોડી પાડી નવા ઓરડા બનાવવા માટે મંજુરી પણ સરકારશ્રી તરફથી આપવામાં આવેલ છે. પરંતુ અધિકારીઓને દાવા જુના શાળાના ઓરડાનુ નવુ સુવિધાસભર ઓરડા બનાવી આપવા માટે વિલંબ શા માટે છે. છતાંય પણ જવાબદાર તંત્રની નિષ્કાળજીના કારણે શાળાનુ નવીન બાંધકામ હજીય સુધી બન્યુ નથી.ત્યારે આ સંદર્ભે ઝાલોદ આપ નેતા અનિલભાઇ ગરાસિયા ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ શાળાની મુલાકાત લઈ સરકારની વિકાસની પોલ ખોલીને શિક્ષણ જગતની વાસ્તવિકતા તંત્ર સુધી પહોચે અને ત્વરિત ઝડપી શાળાના ઓરડા બાંધકામ થાય અને ગ્રામજનોના વિકાસ તેમજ બાળકોના ભવિષ્ય વિશે ત્વરિત પગલા ભરવા માંગ કરી હતી,

Share

Related posts

દાહોદ પોલિસ અધિક્ષક ડૉ રાજદિપ સિંહ ઝાલા ધાવડીયા ચેક પોસ્ટની મુલાકાતે

gujaratjanekta

ફરી ઇઝરાયેલની સત્તા આવી બેન્જામિન નેતન્યાહુના હાથમાં, બનશે વડાપ્રધાન, ગઠબંધન સરકાર બનાવવામાં સફળતા

Admin

ACB ની કાર્યવાહી : મનરેગા શાખાનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો-જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial