Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા પંચાયતના ટી.ડી.ઓનું અરજી આપવા ગયેલ કાર્યકર્તાઓ સાથે પત્રકાર સામે જ દાદાગીરી કરતું વલણ જોવા મળ્યું

પંકજ પંડિત

ઝાલોદ તાલુકા પંચાયત ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એક લેખિત આવેદનપત્ર આપવા માટે તાલુકા પંચાયત ઓફિસે પહોંચ્યા હતા. તાલુકા પંચાયત ટી.ડી.ઓ ની મંજૂરી મેળવી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ પત્રકાર ઓફિસની અંદર પ્રવેશ કર્યો હતો. ઓફિસની અંદર સહુ કાર્યકર્તાઓ ખુરશી પર બેઠા હતા તેનો વિડિયો લેતા ટી.ડી.ઓ લાલધુમ થઈ ગયેલ હતા તેમજ તેઓ સરમુખત્યારશાહી જેવું વલણ કરવા લાગ્યા હતા અને એક અધિકારી કક્ષાના અધિકારી ને ન શોભે તેવું વલણ શબ્દો દ્વારા તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સરકાર આજે અધિકારીઓ ને પ્રજાના મિત્ર સમજી દરેક અધિકારીઓને સાથે કામગીરી કરવા માટે માર્ગદર્શન આપે છે પણ અહીં જોતા તો એવું લાગ્યું હતું કે અહીંયા તો રાજાશાહી છે લોકશાહી નથી. એક અધિકારી વ્યક્તિ અરજી આપવા આવેલ વ્યક્તિઓ જોડે પત્રકાર સામે ઉગ્ર ભાષાનો ઉપયોગ કરી વાતો કરતા હોય તો એક-બે વ્યક્તિ કે સામાન્ય વ્યક્તિની રજૂઆતો ક્યાં સાંભળતા હશે. આવા અધિકારી જે પ્રજા સાથે ભળી કામગીરી ન કરી શકતા હોય તો આવા અધિકારીઓ ને સસ્પેન્ડ કરવામાં આવવા જોઈએ. આ સરકારી કચેરીમા બેસી રાજા જેવો ઠાઠ કરતા અધિકારીઓ ને પાઠ ભણાવવા સરકાર જાતે સ્ટીંગ ઓપરેશન કરી આ વિશે ખરાઈ કરી આવા અધિકારીને સસ્પેન્ડ કરે તેવું હાલ તો રજૂઆત કરવા આવેલ લોકોની માંગ છે…સરકારી તંત્ર હવે આવા આપખુદ શાહી ચલાવનાર અધિકારી પર પગલાં લેશે કે નહીં તે જોવું રહ્યું.

Share

Related posts

મોડાસામાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા, મધુસૂદન મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત, ભાજપ પર પ્રહારો

gujaratjanekta

દાહોદ જિલ્લા એગ્રો એસોસિયેશન દ્વારા નાયબ ખેતી નિયામકશ્રીને યુરિયા સાથે આવતું ટેગિંગ બાબતેયુરિયા સાથે અન્ય પ્રોડક્ટ આપતા આવેદન

gujaratjanekta

નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે “મ્યુઝિકલ ડે”ની ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial