સોલંકી કિશોરસિંહ,
પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સુચના હેઠળ પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓએ જિલ્લામા લૂંટ, ધાડ, ઘરફોડ ચોરીના તેમજ વાહન ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા તથા આવા ગુનાઓમા નાસતા ફરતા આરોપી ઓને ઝડપી પાડવા સારુ જિલ્લા એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી.ની ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી.સ્ટાફની ટીમો મિલ્કત સંબંધી ગુનાઓમા સંડોવાયેલ આરોપીઓ તેમજ ઘણા લાંબા સમયથી નાસતા ફરતા ઇનામી આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટ ની કામગીરીમા કાર્યરત હતી.
દરમ્યાનમાં ગાંધીનગર દહેગામ પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૫૨૪૦૫૭૫/૨૦૨૪ બી.એન.એસ.કલમ ૩૦૫(એ),૩૩૧(૪),૫૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ જેના સી.સી.ટી.વી.ફુટેજ ગાંધીનગર પોલીસ દ્વારા દાહોદ એલ.સી.બી.ને મોકલવામા આવેલ જે સી.સી.ટી.વી. ફુટેજમાં આરોપીઓના મોઢા બધેલ હતા પરંતુ આરોપીઓની હાલવા ચાલવાની પદ્ધતિ પરથી એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓના બાતમીદારો મારફતે ઓળખેલ, અને આજ રોજ એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.ગામેતી નાઓની સુચના મુજબ આજરોજ પો.સ.ઇ.શ્રી એમ.એલ.ડામોર એલ.સી.બી.અને એસઓજી.ની ટીમ દાહોદ રૂરલ વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ગડોઇ ગામે ઘાટી પાસે આ આરોપીઓ મુદ્દામાલનો ભાગ પાડવા ભેગા થનાર છે જે હકીકત આધારે બાતમી હકિકતવાળી જગ્યાએ પંચો સાથે જતા સદર બાતમીવાળી જગ્યાએ ત્રણ ઇસમો બેસેલ જણાયેલ જેથી તેઓની નજીકમા જઇ કોર્ડન કરી જે તે સ્થિતીમા પકડી પાડેલ જેઓની અંગઝડતી માંથી અલગ અલગ દરની ચલણી નોટો ૧૦૭૯ ની કિ.રૂ.૫,૨૯,૩૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ હોય જેઓને સદર મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા
કોઇ સંતોષકારક જવાબ નહી આપી ગલ્લા તલ્લા કરતા હોય જેઓની હાજરી શંકાસ્પદ જણાઇ આવેલ.
પકડાયેલ ઇસમોને વિશ્વાસમા લઇ પૂછપરછ કરતા ગઇ તા.૧૧,૧૨/૦૭/૨૦૨૪ ની રાત્રિના સમયે પોતાના સાગરીતો સાથે ગાંધીનગર દહેગામ ખાતે એક કંપનીમા દિવાલ કૂદી કાચના ખુલ્લા દરવાજા વાટે ઉપરના માળે ચઢી ઓફિસના ડ્રોઅરમાંથી રોકડાની ચોરી કરી લઇ આવતા રહેલા તે પૈકી તેઓના ભાગે આવેલ રૂપિયા હોવાની કબુલાત કરેલ.
પકડાયેલ આરોપીઓનાં નામ:-
(૧) નટુભાઇ નબળાભાઇ ચૌહાણ રહે.નાની ખરજ બાંડીખેડી ફળીયું તા.જી.દાહોદ
(૨) ભારતાભાઇ નાનીયાભાઇ પલાસ રહે.આમલી ખજુરીયા ખાડા ફળીયું તા.ગરબાડા જી.દાહોદ
(૩) રૂમાલભાઇ કાળીયાભાઇ પલાસ રહે.આમલી ખજુરીયા ખાડા ફળીયું તા.ગરબાડા જી.દાહોદ
આમ, ગાંધીનગર જીલ્લા દહેગામ પો.સ્ટે.વિસ્તારમાંથી જી-હાઇઝન્સ પ્રોડકટ્સ નામની કોસ્મેટીક કંપનીમા થયેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હાને હ્યુમન અને ટેક્નીકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી રોકડ રૂ.૫,૨૯,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ(૩) આરોપીઓને ઝડપી પાડવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે

