Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાજકોટની એક હોટલમાંથી દેહવ્યાપાર કરતી મહિલાઓ પકડાઈ: આસપાસ રહેતી મહિલાઓએ કરી હતી પોલીસમાં જાણ

રાજકોટ શહેરમાં પોલીસના કહેવાતા પેટ્રોલીંગ વચ્ચે ગૂનાખોરી બેફામ વધી છે.ત્યારે રજપૂતપરામાં આવેલી હિલ સ્ટોન નામની હોટલમા છેલ્લા એક સપ્તાહથી ચાલતા દેહવ્યાપરથી કંટાળી વિસ્તારની મહિલાઓએ જાણ કરતા મહિલા પોલીસે દરોડો પાડી હોટલ સંચાલક સહિત ચાર શખસોને અલગ-અલગ રાજયોની રૂપલલનાઓ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથધરી છે. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ રજપૂતપરામાં આવેલી હિલ સ્ટોન નામની હોટલમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની માહિતીના આધારે પી.આઈ. બી.એમ.જનકાંત સહિતના સ્ટાફે દરોડો પાડી હોટલ મેનેજર કાલુસીંગ ઉધમસીંગ વિશ્વકર્મા તેમજ હોટલ સંચાલક ગૌરાંગ શૈલેષ મહેતા, પ્રકાશ ઉર્ફે જોની જીવરાજાની અને દુર્ગેશ જગદીશભાઈ ખેમાણીની તેમજ હોટલના રૂમમાંથી સુરત, ઈન્દોર, દિલ્હી અને સિક્કિમની ચાર યુવતીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં અલગ-અલગ રાજયોમાંથી યુવતીઓને બોલાવી છેલ્લા એક સપ્તાહથી વેપલો શરૂ કર્યો હતો જેમાં ગ્રાહકો પાસેથી રૂ. ૨ હજાર લઈ યુવતીઓને એક હજાર આપતા હતા. જેમાં હોટલ સંચાલક ગૌરાંગ શૈલેષભાઈ મહેતા જેમાં જોની ઉર્ફે પ્રકાશ જેન્તીભાઈ જીવરાજાની, દુર્ગેશ જગદીશભાઈ બહારથી ગ્રાહકો બોલાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.પોલીસે રૂપલલનાઓને સાક્ષી બનાવી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હોટલમાં ચાલતા દેહ વેપારથી કંટાળી ત્યાંના વિસ્તારની મહિલાઓએ જ પોલીસને જાણ કરતાં મહિલા પોલીસે દરોડો પાડી ચાર યુવતી તેમજ હોટલ સંચાલક સહિતનાઓની ધરપકડ કરી હતી.

Share

Related posts

ચંદવાણા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

gujaratjanekta

PM નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સ્પો ખુલ્લો મુકાયો

gujaratjanekta

રાજ્ય કક્ષાએ ભૂલકા મેળા- ૨૦૨૪ અંતર્ગત દાહોદ જિલ્લાની સર્વ શ્રેષ્ઠ TLM કૃતિ દ્રિતીય નંબર સાથે વિજેતા થઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial