Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આજથી અમદાવાદમાં એસપી રીંગ રોડ પર એએમટીએસનો પ્રારંભ, શહેરમાં મેટ્રો આવતા એમટીએસનો રુટ વધારાયો

 સંકેત પંડ્યા – એડિટર

આજથી અમદાવાદમાં એસપી રીંગ રોડ પર એએમટીએસનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. એસપી રીંગ રોડ પર હવે રહેણાંક અને કોમર્શિયલ બાંધકામમાં વધારો થી રહ્યો છે. લોકોને સવલત દૂર સુધી મળે માટે આ સેવાઆજથી મેયર દ્વારા લીલી ઝંડી  આપી અસલાલીથી ઝુંડાલ સર્કલથી પ્રસ્થાન કરાવાઈ છે. 

અમદાવાદમાં તાજેતરમાં જ મેટ્રોની સેવા શરુ કરાઈ છે. ઝડપી અને ઓછા ટિકિટ ભાડામાં લોકોને સવલત મળી રહી છે આ ઉપરાંત બીઆરટીએસ પણ ચાલી રહી છે. જો કે, એએમટીએસની આ સેવા સિટી ઉપરાંત રીંગરોડ પર વધારવામાં આવી છે. 

આ રૂટની અંદર 15  જેટલા સ્ટોપેજને સમાવવામાં આવ્યા છે. જેમાં પૂર્વ વિસ્તારમાં વટવા ક્રોસ રોડ, રોપાડા ચોકડી, વિનોબા ભાવે નગર ક્રોસ રોડ, હાથીજણ ચોકડી, રામોલ ક્રોસ રોડ, વસ્ત્રાલ ચોકડી, ઓઢવ ક્રોસ રોડ, નિકોલ કઠવાડા રીંગ રોડ, દાસ્તાન સર્કલથી લઈને છેક દહેગામ સર્કલ ઉપરાંત રણાસણ સર્કલ, કરાઈ પોલીસ એકેડેમીનો સમાવવામાં આવ્યા છે. જ્યાં એએમટીએસ હવેથી પહોંચશે.

આ રૂટ પર મુખ્યત્વે 10 બસો દોડશે. મુસાફરોની સંખ્યા જો વધુ વધશે તો બસોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. હાલ 10 બસો 70 ટ્રીપ મારશે. પૂર્વમાં રૂટ શરૂ કર્યા બાદ આગામી દિવસોમાં પશ્ચિમ અમદાવાદમાં પણ રૂટને લીલી ઝંડી આપવામાં આવશે. 

Share

Related posts

મહીસાગર જિલ્લામાં દિવ્યાંગ ખેલાડીઓ માટેની જિલ્લાકક્ષાની સ્પે.ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગતની સ્પર્ધાઓ યોજાઈ

gujaratjanekta

ચોમાસા દરમિયાન ગુજરાત તેમજ દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ અભયારણ્ય ની મુલાકાત લેતા હોય છે

gujaratjanekta

તળાજાના યુવા ધારાસભ્ય ગૌતમ ચૌહાણનુ મેથળા, વેજોદરી, પીથલપુર ગામે સ્વાગત સન્માન સમારોહનુ આયોજન

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial