Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

લુણાવાડા એસટી ડેપો ખાતે ટી. આઇ. તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ સોલંકી તેમજ અન્ય બે ડ્રાઇવરો નો વય નિવૃત્તિ સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા ડેપો ખાતે રાજેન્દ્રસિંહ સોલંકી કે જેઓ પહેલા ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા ત્યારબાદ છેલ્લા કેટલાક વર્ષો પહેલા તેમને ધુણાના ડેપો ખાતે ટી આઈ તરીકેનું પ્રમોશન મળવા પામ્યું હતું.
ત્યારે ટી આઈ નું પ્રમોશન મેળવીને કેટલા કેટલાક વર્ષથી તેઓ લુણાવાડા ડેપો ખાતે પર જ બજાવી રહ્યા હતા ટી આઈ રાજેન્દ્રસિંહ સોલંકી ખૂબ જ મળતાવળા સ્વભાવના સાથે સાથે દરેક કર્મચારીના પ્રશ્નોને ખૂબ જ નિખાલસતાથી અને પ્રેમાળ સ્વભાવથી સોલ્યુશન લાવનાર ડેપોમાં ખડા પગે પોતાની ફરજ ને ખૂબ જ ઈમાનદારીથી નિભાવનાર એવા ટી.આઇ રાજેન્દ્રસિંહ સોલંકી તેમજ અન્ય બે ડ્રાઇવરો (૧) ગલાભાઈ ડામોર (૨) જે એમ સેવક નો આજરોજ તારીખ 30 6 2024 ના રોજ લુણાવાડા એસટી સ્ટેન્ડ ખાતે વય નિવૃત્તિ સમારંભ યોજવામાં આવી ગયો જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ તેમજ વહીવટી અધિકારીઓ અને જનમેદની ઉપસ્થિત રહી હતી.
હા વય નિવૃત્તિ સમારંભ કાર્યક્રમની અંદર લુણાવાડા એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવર કંડક્ટરો ના હસ્તે ટી આઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા રાજેન્દ્રસિંહ સોલંકીની સારી કામગીરીને બિરદાવીને તેમને આ વય નિવૃત્તિના સમારંભ પ્રસંગે wagon r ગાડી ભેટ તરીકે આપીને ટી આઈ તરીકેની તેમની ઉમદા અને પ્રસંશનિય કામગીરીને બિરદાવી હતી ત્યારે લુણાવાડા ડેપોમાં આવા ઈમાનદાર અને ખંતપૂર્વક પોતાની ફરજ નિભાવનાર આવા કર્મચારીની ખોટ જરૂરથી વર્તાશે તેવી ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી.
આ ભાઈ ની વૃતિ સમારંભના કાર્યક્રમોમાં ગોધરાથી જુનિયર આસિસ્ટન્ટ સુરેન્દ્રસિંહ, હિંમતનગર ડેપો ના કાર્યદક્ષ અને સતત ડેપોના હિતમાં કામગીરી કરનારા ડેપો મેનેજર પટેલ સાહેબ, વહીવટી અધિકારી ગોધરા, વહીવટી અધિકારી વડોદરા તેમજ લુણાવાડા એસટી ડેપો નો ઉત્સાહી તમામ સ્ટાફ અને ફરજ બજાવતા તમામ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં જન્મી પણ હાજર રહીને આ કાર્યક્રમની દિપાવ્યો હતો.

Share

Related posts

બજેટ મંજૂર: ચાણસ્મા તાલુકા પંચાયતનું 96.36 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું

Admin

વિકાસ સપ્તાહ અંતર્ગત ઝાલોદ નગરપાલિકા દ્વારા “મારું ઘર સ્વચ્છ ઘર” થીમ હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખ C.R પાટીલને ટૂંક સમયમાં હટાવવામાં આવશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial