Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ખેડૂતો સાત દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે

રાજ્ય સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલને આગામી તા. ૧૮/૦૬/૨૦૨૪ થી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. આ સાત દિવસ દરમિયાન પંચમહાલ જિલ્લાના ખેડૂતો પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન ખરીદી પર સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

વધુમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતો પણ આ યોજનાઓનો લાભ સરળતાથી અને ઘર આંગણે જ મેળવી શકે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે. ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લેવા ઘર આંગણેથી જ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

Share

Related posts

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રવિન્દ્ર જાડેજાનો માસ્ટરસ્ટ્રોક, વોટિંગ પહેલા આપી દીધી ગુજરાતીઓને બાળાસાહેબ ઠાકરે સ્ટાઇલમાં આવી સલાહ

Admin

ઝાલોદ નગરમાં બાંધકામની મંજૂરીનુ ઉલ્લંઘન કરનારની મિલ્કતને શીલ મારતી નગરપાલિકા

gujaratjanekta

ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા ત્યારે નરેન્દ્ર મોદીને માતાએ કરી હતી આ વાત જે સૌ કોઈ યાદ કરે છે.

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial