Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગુજરાત તીરગર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનુ સન્માન કાર્યક્રમ લુણાવાડા ખાતે યોજાયો

તા. ૯/૬/૨૦૨૪ ને રવિવારના રોજ ગુજરાત તીરગર સમાજ ટ્રસ્ટ દ્વારા માર્ચ ૨૦૨૪ માં પાસ થયેલ તેજસ્વી તારલાઓના સન્માન અર્થે એક સુંદર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય અને મહેમાનોના શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી હતી. તીરગર સમાજ ટ્રસ્ટ દ્વારા ધોરણ ૧૦, ૧૨, સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ ઉર્તિણ થયેલ તેમજ સમાજના ડોકટર, વકીલ, પી.એચ.ડી., રમત ગમત અને સંગીત, રાજકીય ક્ષેત્રે સેવા આપનાર તમામનો સન્માન સમારોહ માનનીય પુર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવક રદ હસ્તે ડો. બાબાસાહેબ આંબેડકર ભવન, આઈ.ટી.આઇ. કોલેજની બાજુમાં, મોટા સોનેલા, મોડાસા રોડ, મું. લુણાવાડા ખાતે યોજાયો હતો.

જેમાં ખુબ મોટી સંખ્યામાં તીરગર સમાજના લોકો એકત્રીત થયા હતા. સમાજના લોકો એકત્રીત થાય, સંગઠિત થાય અને સંઘર્ષ કરતા થાય તેમજ સમાજના આગળના ભવિષ્યનુ ચિંતનના ભાગરૂપે પ્રાણ પ્રશ્નોનો વાર્તાલાપ પણ યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે તીરગર સમાજ વિકાસ ટ્રસ્ટના મહામંત્રી ભાનુપ્રસાદ એચ. પરમાર, શિક્ષણ સમિતિના અધ્યક્ષ મહેશભાઈ એસ તિરગર, પ્રમુખ જેઠાભાઈ જી. તીરગર તેમજ તેમના સાથી સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share

Related posts

ઝાલોદ પોસ્ટ ઓફિસ પર આધાર કાર્ડ કઢાવવા ઠંડીમાં બાળકો સાથે ઠુઠવાતી પ્રજા : જવાબદાર તંત્ર ઠંડીમા રજાઈ ઓઢી આરામમા

gujaratjanekta

પંચમહાલ જિલ્લાના ગરબા ખેલૈયાઓ વિશાળ મેદાનમાં ગરબે ઘૂમશે

gujaratjanekta

ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ સાથે બે દારૂનાખેપિયાનો ઝડપી પાડતી વેજલપુર પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial