Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ, રણજીતનગર ખાતે મોકડ્રિલ યોજાયુ

જિલ્લા વહીવટી તંત્ર તેમજ ડાઇરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી, જી.પી.સી.બી, ગૃહ વિભાગ(SOG) ,મામલતદાર કચેરી, ડિઝાસ્ટર મેનેજમેંટ, પોલીસ તથા મ્યુચ્યુઅલ એઇડ ઇન્ડસ્ટ્રીયલ ( પોષક, યુપીએલ અને કુશા) ઉધ્યોગો દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ, રણજીતનગર ખાતે લેવલ 3 કક્ષાનું ઓફ સાઇટ મોકડ્રિલ નું આયોજન કરવામાં આવેલ હતું. તે દરમિયાન ઊભી થતી પરિસ્થિતીઓને પહોચી વળવા માટે કયા-કયા પગલાં લેવા અને કયા-કયા વિભાગોને સામિલ કરવા તે અંગેની ઘટનાનું રિહર્સલ કરવામાં આવેલ હતું.

આ ઓફ સાઈટ મોકડ્રિલ માં ડાઇરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી વિભાગ ના શ્રી ડી. બી. ગામીત સાહેબ અને શ્રી યાદવ સાહેબ, જી.પી.સી.બી. વિભાગના શ્રી કિરણ રાઠવા સાહેબ, ડિઝાસ્ટર મેનેજમેંટ વિભાગ ના વિરલ ક્રિશિયન સાહેબ, રાજગઢ પોલીસ સ્ટેશન ઘોઘંબા ના પીએસઆઇ શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ, મામલતદાર કચેરી ઘોઘંબા ના શ્રી આર. આર. પટેલ સાહેબ અને ગૃહ વિભાગ (SOG) વિભાગ ના ડી. જી. વહુનીયા સાહેબ નું માર્ગદર્શન મળ્યું હતું.

Share

Related posts

જિલ્લામાં ”હેલો ડૉકટર બેન” મફત કૉલ સેવા કાર્યક્રમ અમલમાં મુકાયો

gujaratjanekta

વડોદરા પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે ‘પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ’ વિષય પર સેમિનાર યોજાયો

gujaratjanekta

અમદાવાદ – ડ્રગ્સના દૂષણ સામે સિંધુભવન પર બની શકે છે નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન, અગાઉ કરાયો હતો સર્વે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial