કિશોર સિંહ સોલંકી hu
તા.૨૪/૦૫/૨૦૨૪
ગઇ તા.૨૨/૧૨/૨૦૨૨ રોજ ચાકલીયા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૧૦ ૫૧૨૨૦૨૪૬/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો.જે ગુન્હાની તપાસ સર્કલ પો.ઇન્સ.શ્રી એચ.સી.રાઠવા નાઓ કરી રહેલ હતા. અને સદર ગુન્હાની ભોગ બનનારને ચાકલીયા ટીંબી ફળિયાનાં આરોપી લીલેશભાઇ રસુભાઇ ચરપોટ રહે.ચાકલીયા ટીંબી ફળિયા તા.ઝાલોદ જિ.દાહોદનો તેનાં ઘરેથી મોટર સાયકલ ઉપર બેસાડી અપહરણ કરી લીમખેડા ખાતે લઇ ગયેલ હતો. અને ત્યાંથી સુરત જતી એસ.ટી.બસમાં ભોગ બનનારને બેસાડી દીધેલ હતી. ત્યાર બાદ ભોગ બનનારની તેનાં વાલીવારસોએ તપાસ કરતા મળી ન આવતા ઉપરોકત ગુન્હા નંબરથી ફરિયાદ નોંધેલ હતી.
ગુન્હાની ગંભીરતા સમજી મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જીલ્લાના મે.પોલીસ અધિક્ષક શ્રી ડો.રાજદિપસિંહ ઝાલા સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.આર.પટેલ ઝાલોદ ડીવીઝન સાહેબનાઓએ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે
જે અન્વયે અલગ અલગ ટીમો બનાવી ભોગ બનનારની સુરત તથા મુંબઇ તેમજ અલગ અલગ શહેરોમાં ભોગ બનનારની શોધખોળ કરતા ભોગ બનનાર મળી આવેલ ન હતી. અને ભોગ બનનારની તપાસ ચાલુ હતી તે દરમ્યાન ભોગ બનનાર દીકરી તેની ફોઇનાં ઘરે આવેલ હોવાની પોલીસને જાણ થતા તેને તાત્કાલિક પોલીસ સ્ટેશને લાવી દાહોદ બાળ કલ્યાણ સમીતીનાં સપોર્ટ પર્સનની હાજરીમાં પુછપરછ કરતા ભોગ બનનારે જણાવેલ કે,તેને ગઇ તા.૦૩/૧૨/૨૦૨૨ નાં રોજ આરોપી લીલેશભાઇ રસુભાઇ ચરપોટ રહે.ચાકલીયા ટીંબી ફળિયા તા.ઝાલોદ જિ.દાહોદનો તેનાં ઘરેથી તેની પત્ની તરીકે રાખવા સારૂ મોટર સાયકલ ઉપર બેસાડી લીમખેડા લઇ ગયેલ અને ત્યાંથી સુરત જતી બસમાં બેસાડી તુ સુરત જા હું પાછળથી આવુ છુ તેમ કરી સુરત ગયેલ નહી જેથી ભોગ બનનાર સુરત બસ સ્ટેશન ઉતરેલ અને આ લીલેશભાઇ રસુભાઇ ચરપોટનો ગયેલ નહી જેથી ભોગ બનનારને સુરત બસ સ્ટેશનમાં એકલી જોઇ રાહુલ નામના ઇસમે તેને પટાવી ફોસલાવી બસ સ્ટેશનથી નજીકની હોટલમાં લઈ જઇ તેની સાથે દુષ્કર્મ કરી તેને બસ સ્ટેશન ખાતે મુકી જતો રહે છે.ભોગ બનનાર બસ સ્ટેશન બેઠેલ હોય તે દરમ્યાન પુજા ઉર્ફે સારીયા નામની સ્ત્રી તથા આનંદસિંહ નામનો પુરૂષ તેની પાસે આવી તેને પટાવી ફોસલાવી તેનાં ઘરે લઇ જઇ પાંચ દિવસ રાખે છે. ત્યાર બાદ બંન્ને જણા ભોગ બનનારને સુરતથી ટ્રેન મારકૃતે વારાણસી (બનારસ)ઉતરપ્રદેશ લઇ જાય છે અને ત્યા ભોગબનનાર પાસે સાતેક માસ સુધી દેહ વ્યાપારની પ્રવૃતી કરાવેલ ત્યારબાદ ભોગબનનારને અન્ય આરોપી વિરેન્દ્રસીંહ યાદવને સોપી દે છે. જયાં વિરેન્દ્રસીંહ યાદવ ભોગબનનારનું શારીરિક શોષણ કરે છે અને તેની ઓળખીતી આકાંક્ષા ઉર્ફે શબનમબાનુ નવાબઅલી અલીહુસેન પઠાણ પાસે દેહવ્યાપારની પ્રવૃતી કરાવવા સારૂ મુકી આવે છે અને ત્યા ભોગ બનનારને છેલ્લા દશેક મહિનાથી તેની પાસે દેહ વ્યાપારની પ્રવૃતિ કરાવેલાની હકીકત જણાઇ આવેલ. જેના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડ દાહોદની ટીમ ધ્વારા ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓને વારાણસી (બનારસ)ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામા આવેલ છે.
જેથી આ કામનાં આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભોગ બનનાર દિકરીને
તેનાં માતા પિતાને સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓનાં નામ સરનામાઃ-
(૧) આનંદસિંઘ તેજબહાદુરસિંઘ ઠાકુર રહે.શેરપુર ગોપલ્હા જિ.ભદોહી ઉત્તરપ્રદેશ (૨)પુજાદેવી ઉર્ફે સારીયા વસીમખાન પઠાણ રહે.શેરપુર ગોપલ્હા જિ.ભદોહી ઉત્તરપ્રદેશ
(૩) આકાંક્ષા ઉર્ફે શબનમબાનુ નવાબઅલી અલીહુસેન પઠાણ રહે.રામનગર કટેસર તા.મુગલસરાય જિ.વારાણસી ઉત્તરપ્રદેશ
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) આનંદસિંઘ તેજબહાદુરસિંઘ ઠાકુર રહે.શેરપુર ગોપલ્હા જિ.ભદોહી ઉત્તરપ્રદેશના દૂર્ગાગંજ પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર (H.S) છે. અને તેના વિરૂધ્ધમા નીચે મુજબના ગુના નોંધાયેલ છે.
1.ઉત્તરપ્રદેશ દૂર્ગાગંજ પો.સ્ટે.ગુ.ર.નં.૧૨/૧૦ ઉત્તરપ્રદેશ ગુંડ્ડા
એકટ મુજબ ગુનો દાખલ થયેલ છે.
2. દૂર્ગાગંજ પો.સ્ટે.ગુ.ર.નં.૯૮/૧૦ ઉત્તરપ્રદેશ ગુંઽાએકટ
મુજબ ગુનો દાખલ થયેલ છે.
3.ઉત્તરપ્રદેશ દૂર્ગાગંજ પો.સ્ટે.ગુ.ર.નં.૮૩૬/૦૯ ઉત્તરપ્રદેશ ગુંડા
એકટ મુજબ ગુનો દાખલ થયેલ છે.
4.ઉત્તરપ્રદેશ દૂર્ગાગંજ પો.સ્ટે.ગુ.ર.નં.૪૫/૦૪ ઉત્તરપ્રદેશ ગુંડા
એકટ મુજબ ગુનો દાખલ થયેલ છે.
5.ઉત્તરપ્રદેશ દૂર્ગાગંજ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૦/૦૭ ઉત્તરપ્રદેશ ગુંડા
એકટ મુજબ ગુનો દાખલ થયેલ છે. ઉત્તરપ્રદેશ દૂર્ગાગંજ
પો.સ્ટે.ગુ.ર.નં.૬૭૪/૦૮ ઉત્તરપ્રદેશ ગુંઽાએકટ મુજબ ગુનો દાખલ થયેલ છે.
આમ છેલ્લા દોઢ વર્ષથી અપહરણ થયેલ ભોગબનનાર દિકરીને તથા આરોપીઓને વારાણસી (ઉત્તરપ્રદેશ) થી શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોર્ડ દાહોદ તેમજ ચાકલીયા પોલીસેને સફળતા

