Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ બસ ડેપો દ્વારા એચ.એસ.સી અને એસ.એસ.સી મા પરીક્ષાર્થીઓ માટે એકસ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી

પંકજ પંડિત

ડેપો મેનેજર નિલેશ મુનિયા દ્વારા બાળકોને પરીક્ષા અર્થે શુભેચ્છાઓ પાઠવવામા આવીઆજરોજ 27-02-2025 ગુરુવારથી એચ.એસ.સી તેમજ એસ.એસ.સી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહેલ છે. તે અંતર્ગત ઝાલોદ ડેપો મેનેજર નિલેશ મુનિયા દ્વારા વિધાર્થીઓ સમયસર પરીક્ષામા પહોંચે તે માટે વિધાર્થીઓ માટે એકસ્ટ્રા બસનુ આયોજન કરવામાં આવ્યું હતું. ઝાલોદ ડેપો દ્વારા વિદ્યાર્થીઓને ગામ સુધી લેવા અને સમયસર મૂકવા જવા માટે સુંદર વ્યવસ્થા ઉપલબ્ઘ કરાવવામાં આવેલ છે.
ઝાલોદ ડેપો દ્વારા ચાકલીયા-લીમડી,કચલઘરા-લીમડી, માલપુરા-લીમડી, રાયપુર-ઝાલોદ, બલેન્ડીયા-ઝાલોદ ,કંકાસીયા-ઝાલોદ ,રાજાડીયા-ઝાલોદ , ઝાલોદ-ફતેપુરા ,ટીંમાચી-ઝાલોદ ,ભીમપુરી-ઝાલોદ , સંજેલી-ઝાલોદ , કરંબા-લીમડી , ફતેપુરા-ઝાલોદ જેવા છેવાડા તેમજ રાજસ્થાન બોર્ડર સુધીના વિસ્તારો આવરી લઈને રૂટ ચાલુ કરવામાં આવેલ છે. ઝાલોદ ડેપો દ્વારા અંદાજીત આવવા જવાના થઈ કુલ 84 ટ્રીપ ની વ્યવસ્થા પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે. ઝાલોદ ડેપો મેનેજર દ્વારા વિધાર્થીઓને પરીક્ષા માટે બસ માંથી ઉતરતી વખતે આવકારવામા આવેલ હતા તેમજ વિદ્યાર્થીઓ ને ફૂલ આપી પરીક્ષા સારી જાય તે માટે શુભકામનાઓ પણ આપવામાં આવી હતી.

Share

Related posts

જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિસ્તારના માઈગ્રન્ટ મતદારોને ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે વિશેષ સુવિધા

gujaratjanekta

દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ફતેપુરા પોલીસ એલર્ટ અવર જવર કરતા વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી

gujaratjanekta

દાહોદના ધારાસભ્ય પદના શપથ કનૈયાલાલ કિશોરીએ સંસ્કૃત ભાષામાં લીધા.પ્રથમ સંકલનની બેઠકમાં જ 15 પ્રશ્નોનો મારો ચલાવ્યો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial