Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલીસ સ્ટેશનના પ્રોહી.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ પેરોલ ફ્લો સ્કોર્ડ

પંકજ પંડિત

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ જીલ્લામા લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સબંધી ગંભીર ગુનાના તથા પેરોલ જમ્પ ફરારી, જેલ ફરારી આરોપીઓને ઝડપી પાડી અસરકારક કામગીરી કરવા સારુ જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ હતા તે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોર્ડ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ટીમના પોલીસ માણસો જીલ્લામાં નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્ક આઉટ કરી નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓ ઝડપી પાડવા સારૂ કામગીરમાં કાર્યરત હતા તે દરમ્યાન સી.આર.દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોર્ડ તથા પેરોલ ફર્લો ટીમ કાર્યરત હતી તે દરમ્યાન સી.આર. દેસાઈ પોલીસ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કોર્ડનાઓને મળેલ બાતમી હકીકત આધારે નીચે મુજબના પ્રોહિબિશનના ગુન્હાનો નાસતો ફરતો આરોપી તેના ઘરે આવેલ હોવાની ગુપ્ત માહિતી આધારે વ્યુહાત્મક અને આયોજનબધ્ધ રીતે વોચ ગોઠવી નાસતા ફરતા આરોપીની તપાસ કરતા મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ તજવીજ કરેલ છ પકડાયેલ નાસતા ફરતા આરોપીના નામઃ-સુનીલભાઈ રાજેશભાઈ જાતે.સાંસી રહે.ગારખાયા દાહોદ તા.જી.દાહોદઆ આરોપી વિરુદ્ધ ઝાલોદ પોલીસ સ્ટેશનમા પ્રોહી.ગુ.ર.નં.૧૦૫૦/૨૦૨૩ પ્રોહી કલમ.૬૫ ઈ,૯૮(૨), ૧૧૬ બી,૮૧ મુજબ ગુનો નોંધાયેલ હતો. આમ,ઝાલોદ પો.સ્ટે.ના પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં પેરોલ ફર્લો સ્કોર્ડ ટીમ દાહોદને સફળતા મળેલ છે.

Share

Related posts

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪દાહોદ જિલ્લામાં કાયદા વિભાગના નાયબ સચિવ સી.બી.મખોડિયાના અધ્યક્ષસ્થાને માતવા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

મહીસાગર જીલ્લામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદના આધારે તપાસ બાદ નિર્ણય : ૧૧૧ કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરી શકશે નહી

gujaratjanekta

ગાંધીનગરના VIP જ-રોડ સહિત 6 રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ રહેશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial