Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કસ્બા વિસ્તારમાં 20 કિલો ગૌમાંસ પકડાયુ એક આરોપીને પોલિસે ઝડપી પાડયો

પંકજ પંડિત

નગરમાં ચર્ચા મુજબ ગૌમાંસ સાથે પકડાયેલ વ્યક્તિ અન્ય દુકાનોમા પણ માલ વેચતો હતોઝાલોદ પોલિસ 24-09-2024 ના રોજ નગરમાં પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન અંદાજીત સવારના 7:30 કલાકે પોલિસને બાતમી મળેલ હતી કે ઝાલોદ કસ્બા ફળિયામાં હુસૈની ચોકમા તોસીફ ઇબ્રાહીમ ભઠીયારાના મકાનમાં આરોપી ગેરકાયદેસર રીતે વગર પરમીટે ગૌમાંસ વેચી રહેલ છે તેના આધારે ઝાલોદ પોલિસ ત્યાં પહોંચી તપાસ કરતા પોલીસને શકમંદ જણાતો અંદાજીત 20 કિલો જેની કિમત અંદાજીત કિમત 4000 રૂપિયાનો ગૌમાંસ મળી આવેલ હતો પોલિસ દ્વારા શંકાસ્પદ જણાતુ માંસ શેનુ છે તેની તપાસ અર્થે સુરત એફ.એસ.એલ કચેરી ખાતે મોકલેલ હતો. સુરત એફએસએલ કચેરીએ તપાસ કરતા આ જથ્થો ગૌમાંસ હોવાનું માલુમ પડેલ હતું.પોલિસ દ્વારા ગેરકાયદેસર રીતે પશુઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ નોંધી તોસીફ ઇબ્રાહીમ ભઠીયારાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.જે વ્યક્તિના પર ઝાલોદ પોલિસ સ્ટેશનમા ગૌમાંસ અંગેનો ગુનો દાખલ થયેલ છે તે વ્યક્તિ નગરમાં દુકાનોમાં પણ વેચતો હતો તેવું લોકચર્ચા મા જાણવા મળેલ છે. તો આ વ્યક્તિ ક્યાં ક્યાં માસની વેચતો હતો તે દિશામાં પોલિસ કાર્યવાહી કરે તેવું નગરજનો ઈચ્છી રહેલ છે.

Share

Related posts

બાલાસિનોર ના રૈયોલી ખાતે “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા યોજવામાં આવ્યો

gujaratjanekta

નિંદા કરવાથી રાત્રે નીંદર નથી આવતી, ઈર્ષા કરવાથી આયુષ્ય ઓછું થાય છે અને દ્વૈષ કરવાથી ગુરુનો સંદેશ ક્યારેય સ્વીકાર્ય નથી થતો.

Admin

ઝાલોદ નગરના કોળીવાડા માંથી ગૌ માંસ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઈ12 કિલો ગૌમાંસ પોલિસ દ્વારા જપ્ત કરાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial