Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં બાબા શ્યામના ફાગોત્સવ નિમિતે ફૂલો અને રંગોની હોળી રમી ભક્તો ઝુમી ઉઠયા

પંકજ પંડિત- ઝાલોદ.

બારસ નિમિતે બાબા શ્યામની ભવ્ય નિશાન યાત્રા તેમજ મહાપ્રસાદનુ આયોજન પણ કરાયુંઝાલોદ નગરમાં તારીખ 20-03-2024 ના રોજ બાબા શ્યામની અગ્યારસ હોવાથી સવારથી જ બાબા શ્યામના મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટી પડેલ હતું. બાબા શ્યામની હવેલીને ફૂલો થી સજાવી દેવામાં આવી હતી. શ્યામ પરિવાર દ્વારા કરવામાં આવેલ વિશેષ આયોજન જેમાં બાબા શ્યામના ભવ્ય દરબારની સજાવટ, અખંડ જ્યોત, ફૂલો તેમજ રંગો થી હોળી તેમજ બહારથી આવેલ ભજન ગાયકો દ્વારા બાબા શ્યામના અમૃતમય ભજનો નો લ્હાવો ઉપસ્થિત લોકોએ લીધો હતો.20-03-2024 ના રોજ રાત્રીના 8:30 કલાકે બાબા શ્યામના દર્શન કરવા તેમજ નગર તેમજ નગરની બહારથી મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડેલ હતા. બહારથી આવેલ ભજન કલાકાર સાહીલ શર્મા અને રાહુલ ગહેલોત દ્વારા બાબા શ્યામના ભજનો એ દરેકને ભક્તિના રંગમાં રંગી દીધા હતા. ઉપસ્થિત દરેક ભક્તોએ બાબા શ્યામના અમૃતમય ભજન સાંભળી તલ્લીન જોવા મળતા હતા. રાત્રિના બાર વાગ્યા પછી ફાગ ઉત્સવ અંતર્ગત ફૂલો અને ગુલાલ થી ઉપસ્થિત લોકો હોળી રમ્યા હતા તેમજ બાબા શ્યામના ભજન સાથે નાચતા ઝુમતા જોવા મળતા હતા. છેલ્લે બાબા શ્યામની મહા આરતી કરી પ્રસાદ લઈ અનેરા ભક્તિના આનંદને મનમાં વસાવી સાથે રાત્રીના બે વાગ્યે પ્રોગ્રામ પૂરો થયેલ હતો.21-03-2024 ગુરુવારના રોજ બાબા શ્યામની ભવ્ય નિશાન યાત્રા પંચશીલ સોસાયટી થી હજારીપ્રસાદ રામનારાયણ અગ્રવાલના નિવાસ સ્થાને થી વણકતલાઇ મંદિર સુધી વાજતે ગાજતે, નાચતા ઝુમતા, ગરબા રમતા તેમજ શ્યામ બાબાના ભજન કરતા નીકળી હતી.નિશાન યાત્રામાં દરેક શ્યામ પ્રેમીના માથે પાઘડીએ નગરમાં અલૌકિક વાતાવરણ ઉભું કર્યું હતું. નગરમાં જ્યારથી શ્યામબાબાના મંદિરની સ્થાપના થયેલ છે ત્યારથી પ્રતિવર્ષ નિશાન યાત્રા પણ શ્યામ પ્રેમીઓ દ્વારા કાઢવામાં આવે છે.21-03-2024 ના રોજ સાંજે બાબા શ્યામના ફાગ ઉત્સવની બારસ નિમિતે મંદિર કમિટી દ્વારા પ્રતિવર્ષ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવે છે તેમજ આ મહાપ્રસાદનો લ્હાવો હજારો ભક્તો લઈ પ્રસાદ મળ્યાનો આનંદ લે છે.

Share

Related posts

ગોધરા પાલિકા ઉપપ્રમુખ, રેડક્રોસ સો.ના વાઈસ ચેરમેન સહિત 9ને 4 વર્ષની સજા : વડોદરા જેલમાં ખસેડાયા

gujaratjanekta

તાત્કાલિક ગુજરાતના 26 TDO ની બદલી : જુઓ કોને ક્યાં મૂકાયા

gujaratjanekta

આપના પ્રદેશ પ્રમુખની પીએમ મોદી પર ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન, ભારત મા પર નિવેદન કરનાર ‘પાગલ’

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial